(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર યુનિવર્સિટીની ફૂટબોલ (બહેનો) ટીમની પસંદગી શ્રી સી.પી. ડીગ્રી કોલેજ, રાજપીપળા ખાતે થઈ હતી. જેમાં વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજની ખેલાડી અનિતા ડોકીયા, ક્રિષ્ના પટેલ અને શાંતિ રાઉતની પસંદગી થઈ હતી. આ ખેલાડીઓ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સાઉથ વેસ્ટ ઝોન કોટા મુકામે રમવા જશે. આ ખેલાડીઓને કોમર્સ કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી વી.આર.ચાંપાનેરી, શારીરિક શિક્ષણ અધ્યાપક અને જીમખાના અધ્યક્ષ પ્રા. મુકેશભાઈ પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.