Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન

પ્રદેશ મહિલા મોરચાના અધ્‍યક્ષા સિમ્‍પલ કાટેલાના નેતૃત્‍વમાં પતંજલિ યોગ પરિવારના સહયોગથી સંપન્ન થયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષા શ્રીમતી સિમ્‍પલ કાટેલાના માર્ગદર્શન અને પતંજલિ યોગ પરિવારના સહયોગથી નાની દમણ ખાતે કાટેલા હાઉસમાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં તેમના દીર્ઘાયુ અને સારા સ્‍વાસ્‍થ્‍ય માટે 73 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ભાગ લઈ પ્રધાનમંત્રીના નિરોગી લાંબા આયુષ્‍યની કામનાની સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં પતંજલિ પરિવાર દક્ષિણ ગુજરાતના રાજ્‍ય પ્રભારી સુશ્રી તનુજા, રાજ્‍ય કાર્યકારિણીના સભ્‍ય સુશ્રી શીલાબેન વશી, શ્રી રાજેન્‍દ્રભાઈ કોકાટે, શ્રી રમેશભાઈ, શ્રી યોગેશભાઈ, સુશ્રી મંદાકિનીબેન, મણીબેન વગેરેની સાથે મોટી સંખ્‍યામાં મહિલા અને ભાઈઓએ ઉપસ્‍થિત રહી 73 કુંડી યજ્ઞને સફળ બનાવવા પોતાનો સહયોગ આપ્‍યો હતો.

Related posts

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અને લાયબ્રેરીની મુલાકાત લેતા ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

ચીખલીના ઘેજમાં મુખ્‍યમાર્ગને અડીને નમેલા વીજપોલ અકસ્‍માતને આમંત્રી રહ્યા છે

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

Leave a Comment