January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદાનો સિલસિલો યથાવત

વલસાડ શહેર પ્રમુખ, ઉપ પ્રમુખ, તાલુકા ઉપ પ્રમુખએ કેસરિયા ખેસ પહેર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદેદારોનો પાર્ટીને અલવિદા કહેવાનો સિલસિલો યથાવત છે. આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપ પ્રમુખ પંકજ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્‍યેશ રાણા વલસાડ શહેર ઉપ પ્રમુખ વિમલ ભંડારીએ કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલે પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકાર્યા હતા.
હાલમાં જ ભાજપમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પૂર્વપ્રદેશ ઓ.બી.સી મોરચાના શ્રી પ્રવીણભાઈ આહીરની આગેવાની હેઠળ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
દેશની યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કાર્યરત કેન્‍દ્ર સરકારની નીતિઓથી પ્રભાવિત થઈને હાલમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશના પૂર્વ ઓ.બી.સી મોરચાના શ્રી પ્રવીણભાઈ આહીરની આગેવાની હેઠળ આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે આજરોજ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપ પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, વલસાડ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી દિવ્‍યેશભાઈ રાણા, વલસાડ શહેર ઉપ પ્રમુખ શ્રી વિમલભાઈ ભંડારી આમ આદમી સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. શ્રી હેમંતભાઈ કંસારા, શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા પાર્ટીમાં ખેસ અને ટોપીપહેરાવી સહુને પાર્ટીમાં આવકારવામાં આવ્‍યા હતા.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્‍વીનર શ્રી દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા આઈ.ટી.કન્‍વીનર શ્રી ધ્રુવીનભાઈ પટેલ, શ્રી અમિશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

સેલવાસ ખાતે આયોજીત સંઘપ્રદેશ સ્‍તરીય અંડર-17 બોયઝ અને ગર્લ્‍સ ખો-ખો સ્‍પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની

vartmanpravah

Leave a Comment