October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી પોલીટેકનિક કોલેજને NBA સર્ટીફીકેટ મળ્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ તીથલ રોડ કોસંબા સ્થિત આવેલ સરકારી પોલીટેકનિક કોલેજ, વલસાડને નેશનલ બોર્ડ ઓફ એક્રિડીટેશન નવી દિલ્હી દ્વારા વોશિંગ્ટન એકોર્ડ (US) ના ગુણવત્તા પ્રમાણે કોલેજનું પરીક્ષણ કરીને ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ સુધી સંસ્થાના સિવિલ ઇજનેરી વિભાગ તેમજ કેમિકલ ઇજનેરી વિભાગને માન્યતા આપવામાં આવી છે. કોલેજના આ બંને વિભાગોમા ઇજનેરી તજજ્ઞો દ્વારા સઘન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં NBAના માપદંડો અનુસાર કોલેજોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ સવલતો, લેબોરેટરીઓ, શૈક્ષણિક સ્ટાફની લાયકાતો તથા અનુભવ, શૈક્ષણિક ગુણવત્તા, લાઈબ્રેરી, વિદ્યાર્થીઓનું પરિણામ, બજેટ, ટ્રેનિંગ પ્લેસમેન્ટ, એંન્ટરપ્રિનીયરશીપની છેલ્લા ત્રણ વર્ષોની કામગીરી ચકાસવામાં આવી હતી. સંસ્થાના આચાર્ય શ્રીમતી રિંકુ શુક્લાએ જણાવ્યું હતું કે, NBA સર્ટીફીકેટ ધરાવતા વિભાગમાંથી ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સર્ટીફીકેટ સમગ્ર વિશ્વના ૯ થી ૧૦ દેશોમાં માન્યતા ધરાવે છે. વધુમાં ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જનાર વિદ્યાર્થીઓને સીધો જ તેનો લાભ મળશે.

Related posts

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

વલસાડ ધમડાચી ગામે પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલને ચાલુ કાર્યક્રમમાં નશામાં ધુત યુવાનની ગોળી મારવાની ધમકી

vartmanpravah

કલસર બે માઈલ આગળથી પારડી પોલીસે રૂા.30,000 નો દારૂ ભરેલી રીક્ષા ઝડપી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દીવ જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

Leave a Comment