October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

પોલીસે ઘાયલ ત્રણ યુવાનોને સારવાર માટે અમિત હોસ્‍પિટલમાં ખસેડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ભિલાડથી નવસારી સુધીનો નેશનલ હાઈવે નં.48 અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. પ્રતિદિન એવરેજ એક-બે અકસ્‍માત સર્જાતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત આજે મંગળવારે મળસ્‍કે ગુંડલાવ ચોકડી હાઈવે ઉપર સુરત જતી ટ્રેક ઉપર સર્જાયો હતો. મુંબઈ થાનાથી દિલ્‍હી જવા માટે નિકળેલા ત્રણ મિત્રોની હોન્‍ડાસીટી કાર આગળ ચાલી રહેલી ટ્રકએ અચાનક બ્રેક મારતા કાર ટ્રકમાં ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ત્રણ યુવાનો ઘાયલ થતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયાહતા.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈ-થાનેથી હોન્‍ડાસીટી કાર નં.એમએચ 04 જીઝેડ 2030માં સવાર થઈને ત્રણ મિત્રો દિલ્‍હી જવા માટે બાય રોડ નિકળ્‍યા હતા ત્‍યારે વલસાડ હાઈવે ગુંડલાવ ઓવરબ્રિજ નજીક પુરઝડપે દોડી રહેલી કાર આગળ જતી ટ્રક ચાલકે બ્રેક મારતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્‍માતમાં કારનો ખુડદો બોલી ગયો હતો. સવાર ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. પોલીસે તેમને અમિત હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

Leave a Comment