January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

હોસ્‍પિટલને હુબર ગૃપ દ્વારા મેમોગ્રાફી મશીન ભેટ અપાયુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લામાં અનેક મહિલાઓ બ્રેસ્‍ટ કેન્‍સરથી પિડાતી હોય છે જેની સારવાર અને નિદાન માટે વાપીની જનસેવા હોસ્‍પિટલમાં અધ્‍યતન ટેકનોલોજી સજ્જ મેમોગ્રાફી મશીનનું આજે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું તેમજ 15 માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાનની જાહેરાત પણ કરાઈ હતી.
જનસેવા હોસ્‍પિટલને જાણીતી હુબર કંપનીએ સી.એસ.આર. હેઠળ શિક્ષણ અને સામાજીક આરોગ્‍ય યોગદાન માટે આજે અધ્‍યતન ટેકનોલોજી સજ્જ મેમોગ્રાફી મશીન ભેટ આપ્‍યુ છે. તેમજ હોસ્‍પિટલ તરફથી આગામી 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન કરવામાં આવશે તેવી આ પ્રસંગે જાહેરાત પણ કરી હતી.
હોસ્‍પિટલમાં યોજાયેલ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં હુબર ગૃપના મેનેજિંગ ડિરેક્‍ટર ભારત-પ્રેસિડેન્‍ટ સુરેશ કાલરાએ જણાવ્‍યું હતું કે, હુબર ગૃપ સી.એસ.આર. દ્વારા અનેક સામાજીક સેવાની કામગીરી અવિરત કરતું રહે છે.તેના ભાગ રૂપે જનસેવા હોસ્‍પિટલને ગૃપ દ્વારા મેમોગ્રાફી મશીન ભેટ આપવામાં આવ્‍યું છે. જ્‍યાં જ્‍યાં આરોગ્‍ય લગતી સેવા હોય ત્‍યાં ગૃપ તેમની પડખે રહે છે. કોવિદમાં જનસેવાએ નોંધનીય સેવા બજાવી હતી. આ પ્રસંગે હોસ્‍પિટલ પ્રસંગે હોસ્‍પિટલ ટ્રસ્‍ટી નિમેશ વશીએ જણાવ્‍યું હતું કે, મેમોગ્રાફી મશીનબ્રેસ્‍ટ કેન્‍સર નિદાન અને વહેલી સારવાર કરી શકાય તેવું ઉપકરણ છે. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ઈ.એસ.આઈ.સી. હોસ્‍પિ. સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.સંજય વંશ, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કે.પી. પટેલ, હોસ્‍પિટલના મેડિકલ સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.લોકેશ ઠક્કર સહિત તબીબો, પેરામેડિકલ સ્‍ટાફ અને ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી સમયે આયુષ્‍યમાન યોજનામાં બ્રેસ્‍ટ કેન્‍સર સારવાર અંગે સમાવેશ કરવાની તજવીજ હાથ ધરાશે. બીજું વાર્ષિક 600 રૂા. ભરીને બ્રેસ્‍ટ કેન્‍સર નિદાન પણ કરાવી શકાશે.

Related posts

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

વાપી જ્‍વેલર્સમાંથી સોનુ ખરીદી નિકળેલી મહિલાનું પર્સ અન્‍ય ત્રણ-ચાર મહિલા ચોરી કરીફરાર

vartmanpravah

Leave a Comment