April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

શ્રેષ્ઠ ડ્રાઈવર, કંડક્‍ટર, મિકેનિક અને હેલ્‍પરની કામગીરીને બિરદાવી
તેઓનું સન્‍માન કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ એસટી વર્કશોપની સુવર્ણ જયંતી અવસરે કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ ધરમપુર રોડ પર સ્‍થિત વિભાગીય કચેરી ખાતે યોજાયો હતો.
વલસાડ એસટીના વિભાગીય નિયામક એન. એસ. પટેલે કાર્યક્રમના હેતુ વિશે જણાવી તમામ માટે 108 વધુ ઉપયોગી કેવી રીતે બને તે જણાવ્‍યું હતું. ગુજરાતની 108 સેવાના અમદાવાદ સ્‍થિત મધ્‍યસ્‍થકાર્યાલયના સીઓઓ ડો.જશવંત પ્રજાપતિએ જણાવ્‍યું કે, 108 સેવા ભારતમાં તો કાર્યરત છે પણ પાડોશી દેશ શ્રીલંકામાં પણ છેલ્લા પાંચ વર્ષથી પુરી પડાતી સેવાનો તમામ ખર્ચ ભારત સરકાર ઉપાડે છે. ઈએમએલસી ડૉ.હાર્દિકભાઈ શાહે 108 અને 181 ની તાકીદની સેવા વિશે જાણકારી આપી એમ્‍બ્‍યુલન્‍સમાં શું શું હોય છે અને તેની ઉપયોગીતાની જાણકારી આપી હતી. કોઈ માણસ અચાનક ઢળી પડે તો તાત્‍કાલિક શું કરવું તે અંગે નિદર્શન કર્યું હતું. 108 સેવા અંગે પ્રશ્નોત્તરીમાં નવસારી ડેપોના મેનેજર ગાંધીએ ભાગ લીધો હતો. ડ્રાઇવર, કંડકટર, મિકેનિક અને વહીવટી યાંત્રિક અધિકારી- કર્મચારીઓએ આ સેમિનારમાં ભાગ લઈ ખાસ કરીને 108 અને 181- ગુજરાત સરકારની એમ્‍બ્‍યુલન્‍સ સેવાના નિદર્શનથી માહિતગાર થયા હતા.
આ કાર્યક્રમમાં 108 સેવાના વલસાડ, નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, સંઘ પ્રદેશના જીતેન્‍દ્ર મહારાજ, વલસાડ જિલ્લા સંચાલક સંજય વાઘમારે, કો-ઓર્ડીનેટર નિમેશ પટેલ, ચંદ્રકાંત મકવાણા, એસટીના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર સ્‍નેહલ પટેલ, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્‍જિનિયર ભાવેશ પટેલ અને વિવિધ ડેપોના મેનેજરો ઉપસ્‍થિત રહ્યા હતા. સેમિનારનું સંચાલન નાયબ વહીવટી અધિકારી હેતલ ભટ્ટ દ્વારા થયું હતું.મહાનુભાવોના હસ્‍તે ધરમપુર ડેપોના શ્રેષ્ઠ ડ્રાઇવર નિલેશ નગીનભાઈ પટેલને શ્રેષ્ઠ કેએમપીએલ 7.92 લાવવા બદલ, આહવાના માનસિંગભાઈ, નવસારીના સંજયભાઈ, વાપીના રોહિતકુમાર, બીલીમોરાના નરેશ સોલંકી, વલસાડના અજયકુમાર, શ્રેષ્ઠ કંડકટર તરીકે વલસાડ ડેપોના અમ્રતભાઈ ઉ. પટેલને સૌથી વધુ આવક પ્રતિ કિલોમીટર રૂ.38-56 લાવવા બદલ, બીલીમોરાના ઉમેશ આહીર, વાપીના જયેશ ડોડીયા, ધરમપુરના રાજેશ ગળવી, નવસારીના દિલીપ વાળંગર તથા આહવાના વિજય પટેલ, જ્‍યારે શ્રેષ્ઠ મિકેનિક તરીકે આર્ટ-એ મિકેનિકમાં નવસારી-તરુણકુમાર, બીલીમોરા અશ્વિનભાઈ, વાપીના રમેશભાઈ, ધરમપુરના વિમલભાઈ, આહવાના સતિષભાઈ અને વલસાડ ડેપોના મહેશ ટંડેલ-હેલ્‍પરનું સન્‍માન કરી પ્રશસ્‍તિપત્રો અપાયા હતા. બીલીમોરા ડેપો ખાતે 8 તથા વાપી ડેપો ખાતે 2 નવાઆગંતુક ડ્રાઈવરને નિમણૂક પત્રો અપાયા હતા.

Related posts

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment