September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

પ્રથમ બેચમાં 30 કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસરોને આવરી લેવાયાઃ કુલ 312 સી.એચ.ઓ.ને તાલીમ અપાશે

વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્રમાં સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્‍ધા અને કુરિવાજોને દૂર કરવા પણ સમજ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ, તા.0૩: સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વિશાળ જન સમુદાય સુધી પહોંચે એવા શુભ આશય સાથે તા. ૩ મે ૨૦૨૩ના રોજ બુધવારે વલસાડ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (સી.એચ.ઓ.)ને વ્યવહાર પરિવર્તનની તાલીમ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના સિનિયર મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા માહિતી શિક્ષણ અને પ્રસારણ અધિકારી (DIECO) પંકજભાઈ પટેલ અને ડિસ્ટ્રીક્ટ સોશિયલ બિહેવીયર્સ ચેન્જ કોમ્યુનિકેટર (DSBCC) રાકેશભાઈ પટેલે આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોના વિવિધ આરોગ્ય વિષયક વિષયોમાં અવરોધક પરિબળો શોધી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે બાબતે સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાઓ અને કુરિવાજો વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરી સમજણ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં કુલ ૩૧૨ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો હેલ્થ એન્ડ વેલનેસ ખાતે ફરજ બજાવી રહ્યા છે. જેઓ ગ્રામજનો સાથે સીધા સંપર્કમાં હોવાથી ગ્રામજનોમાં ફેલાયેલી અંધશ્રધ્ધા અને કુરિવાજો સરળતાથી દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મહત્વનું યોગદાન આપી શકે તેમ હોવાથી તમામ સી.એચ.ઓ.ને તાલીમ આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં શરૂ થયેલા આ તાલીમ કાર્યક્રમમાં બુધવારે પ્રથમ બેચમાં ૩૦ સીએચઓને તાલીમ આપવામાં આવી હતી.

Related posts

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

વાપીમાં સી.એમ. કોન્‍વે દરમિયાન પોલીસે ટ્રાફિક માટે બળ પ્રયોગ કરતા વાહન ચાલકોએ હંગામો મચાવ્‍યો

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

vartmanpravah

Leave a Comment