January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

પશ્ચિમ બંગાળના સાયકલયાત્રી જયદેવ રાઉતનું લાયન્‍સ બ્‍લડ બેંકમાં સન્‍માન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં હર ઘર તિરંગાનું આહવાન કર્યું હતું. તેની પ્રેરણા લઈ પશ્ચિમ બંગાળથી હર ઘર રક્‍તદાતાનું અભિયાન માટે ભારત ભ્રમણ સાયકલ યાત્રાએ નિકળેલ સાયકલયાત્રીનું વાપીમાં પુરીબેન પોપટલાખા લાયન્‍સ બ્‍લડ બેંકમાં સન્‍માનકરવામાં આવ્‍યું હતું.
વાપી લાયન્‍સ બ્‍લડ બેંક વર્ષોથી રક્‍તની જરૂરીયાત પુરી પાડવા કાર્યરત છે. શનિવારે રક્‍તદાન અંગે સમાજમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુસર હર ઘર રક્‍તદાતાના અભિયાન સાથે પશ્ચિમ બંગાળનો સાયકલ યાત્રી જયદેવ રાઉત સાયકલ ઉપર ભારત ભ્રમણે નિકળ્‍યો છે. શનિવારે જયદેવ રાઉત વાપી આવી પહોંચ્‍યો હતો ત્‍યારે બ્‍લડ બેંક મેમ્‍બર કેતન જોષી, વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ અને સ્‍ટાફે ઉષ્‍માભર્યું સ્‍વાગત સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે જયદેવ રાઉતે જણાવ્‍યું હતું કે, તે ફેડરેશન ઓફ બ્‍લડ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્‍ડિયાનો સભ્‍ય અને બ્રાન્‍ડ એમ્‍બેસેડર છે. સંસ્‍થાના સેક્રેટરી અપૂર્વ ઘોષના માર્ગદર્શન હેઠળ દેશભરમાં રક્‍તદાન માટે જનજાગૃતિ માટે સાયકલ પ્રવાસે નિકળ્‍યો છે. હર ઘર રક્‍તદાતા ઉદ્‌ેશ અને મિશન રક્‍તક્રાંતિ હિન્‍દુસ્‍તાન અભિયાન હાથ ધરેલ છે.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે રસ્‍તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment