Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી તાલુકાના ફડવેલ ગામે ઘરની બહાર બાથરૂમમાં અચાનક દીપડી ધસી આવતા એક સમયે સ્‍થાનિકોમાં ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે વન વિભાગ દ્વારા રેસ્‍કયુ કરાઈ તે પૂર્વે જ દીપડી અચાનક ઢળી પડ્‍યા બાદ મોત નીપજ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ચીખલી તાલુકાના ફડવેલ ગામના નાગજી ફળીયામાં ચારેક વાગ્‍યાના અરસામાં કમલેશ ઠાકોરભાઈ પટેલના ઘરની પાછળ તેમના બાથરૂમમાં અચાનક દીપડી આવી ચઢી હતી. જેને લઈને લોકોમાં કુતુહલ સાથે એક સમયે ભયનો માહોલ સર્જાયો હતો. અને મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ અંગેની જાણ સ્‍થાનિક તાલુકા સભ્‍ય મહેશભાઈ, સરપંચ પતિ હરીશભાઈ સહિતનાઓ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે આ દરમ્‍યાન દીપડી નજીકમાં ધનસુખભાઈની નર્સરીમાં જઈને બેસી ગઈ હતી.
ચીખલી વન વિભાગની રેન્‍જના આરએફઓ આકાશભાઈ પડશાળા સહિતનો સ્‍ટાફ ફડવેલ ગમે ધસી જઈ દીપડીને સહી સલામત રીતે પાંજરામાં પુરી કબ્‍જો લેવા માટે રેસ્‍કયુ હાથ ધર્યું હતું. પરંતુ આ દરમ્‍યાન નર્સરીમાં જ દીપડી અચાનક ઢળી પડી હતી. અને સાથે જ તેનું મોત નીપજ્‍યું હતું. દીપડી કદાચપહેલેથી જ બીમાર હોવાનું કે કંઈક ખાવામાં તકલીફ સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ પીએમ રિપોર્ટ બાદ જ દીપડીના મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Related posts

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્‍ય માટે ઉમેદવારોની પડાપડી

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment