January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ એનએસએસના વોલ્‍યુન્‍ટરો રાજપુરા પંજાબ ખાતે રાષ્‍ટ્રીય એક્‍તા શિબિરમાં ભાગ લેશે

કોરોનાકાળ બાદ પહેલી વખત પ્રદેશના એનએસએસ વોલ્‍યુન્‍ટરોને સાંસ્‍કૃતિ કૃતિઓને રાષ્‍ટ્રીય મંચ ઉપર પ્રસ્‍તુત કરવાની તક મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય નવી દિલ્‍હીના તત્‍વધાનમાં રાષ્‍ટ્રીય સેવા યોજના ક્ષેત્રીય નિર્દેશાલય ચંદીગઢ દ્વારા દાનહ એનએસએસ સેલના સ્‍વયંસેવકોને 20થી 26મે સુધી ચીતકારા યુનિવર્સીટી પટિયાલા પંજાબમા આયોજીત રાષ્‍ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામા આવ્‍યા છે.
દાનહના દુધની, રાંધા, રખોલી, ગલોન્‍ડા, દપાડા, સેલવાસ, નરોલી અને ખાનવેલ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાથી પસંદગી પામેલ 20 સ્‍વયંસેવક અને કાર્યક્રમ અધિકારી આ શિબિરમાં દાનહની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરશે. જેમા વારલી કલા, તારપા નળત્‍ય, પ્રદેશની બોલી અને પરિધાનને એકતા શિબિરમા ભાગ લેનાર આંધ્રપ્રદેશ, કેરલા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને ચંદીગઢ રાજ્‍યના સ્‍વયંસેવક સાથે આપ-લે કરશે.
કાર્યક્રમ અધિકારી શ્રી શૈલેષ પટેલના નેતૃત્વમાં કાર્યક્રમ સમન્‍વયક ડો.મનિષા પટેલના માર્ગદર્શનમાં સ્‍વયંસેવકોને દાનહની સાંસ્કૃતિક કૃતિઓને રાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રસ્તુત કરવા માટે અભ્‍યાસ કર્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારતના માધ્‍યમથી દાનહ અને ચંદીગઢ હંમેશા જોડાયેલા રહે છે અને સમય સમયે પોતપોતાના પ્રદેશની વિરાસત અને શૈક્ષણિક વિષયોને વર્ચ્‍યુઅલ માધ્‍યમ દ્વારા પ્રસ્તુત કરતા રહે છે.
રાષ્‍ટ્રીય એકતા શિબિર કોરોના બાદ પ્રથમ અવસર છે પ્રદેશના સ્‍વયંસેવકોને સાંસ્‍કળતિક કૃતિઓને રાષ્‍ટ્રીય મંચ પર પ્રસ્‍તળત કરવાનો અવસર પ્રાપ્ત થશે.
આ અવસરે શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલ અને રાજ્‍ય એનએસએસ અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ દરેકને હાર્દિક શુભકામના આપી હતી.

Related posts

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

અતુલ બિનવાડા ગામે પેટ્રોલ પમ્‍પ પાસે બે દિપડા હરતા ફરતા સીસીટીવી કેમેરામાં દેખાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

Leave a Comment