(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.15: ગઈકાલે પારડીના મોતીવાડા નિશાળ ફળિયા ખાતે રહેતી અને પારડી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી ઉદવાડા સરદાર ભીલાડ વાલા બેંક નજીક આવેલ ટયુશન ક્લાસમાં ટયુશને ગઈ હતી. 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ટયુશન ક્લાસ બાદ આ યુવતી રાબેતા મુજબ રેલવે ફાટક નજીક આવેલ મોતીવાડા ખાતે ભરાતા હટવાડા બજારના રસ્તે રેલવે ફાટક થઈ પોતાના ઘરે પરત આવે છે.
પરંતુ ગઈકાલે ટયુશન બાદ આ યુવતી સમય વીત્યા બાદ ઘરે પરત ન ફરતા તથા તેનોમોબાઇલ પણ બંધ આવતા આ યુવતીના પરિવારજનો તથા મિત્રો તેને શોધવા માટે તેના રોજિંદા આવન જાવનના રસ્તા પર શોધવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન યુવતીની બહેનના નજરે આ યુવતી મોતીવાડા રેલવે ટ્રેક નજીક અવાવરું જગ્યાએથી ગંભીર હાલતમાં મળી આવી હતી. જેને લઈ મિત્રો તથા પરિવારજનો આ યુવતીને તાત્કાલિક પારડી મોહન દયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ આ યુવતીને મૃત જાહેર કરી હતી.
હોસ્પિટલ દ્વારા પારડી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પારડી પોલીસ તાત્કાલિક હોસ્પિટલ તથા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ મોતને લઈ આ યુવતીનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. આ ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ યુવતીનું સાથે દુષ્કર્મ થયું હોવાનું અને ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધી સમગ્ર જિલ્લાની પોલીસ, પારડી પોલીસ, ડુંગરા પોલીસ, વાપી પોલીસ, વલસાડ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. એલસીબી તથા રેલવે પોલીસની પણ મદદ લઈ હ્યુમન રાઈટ યુવતીના આવવા જવાના માર્ગ પરના તમામ સીસીટીવી કેમેરાઓ ટયુશન સ્થળની આસપાસના કેમેરાઓ રેલવે સ્ટેશનના કેમેરાઓ યુવતીના મિત્રો તથાપરિવારજનો વિગેરેની તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરી દીધા હતા અને ટુંક જ સમયમાં આ રેપ વિથ મર્ડરના આરોપીઓ ઝડપાઈ જશે હોવાનું વિશ્વાસ જતાવ્યો હતો.
જોકે આ સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણ હોવાની અફવાએ પણ જોર પકડ્યું હતું અને પ્રેમ પ્રકરણને લઈ આ રેપ વિથ મર્ડર થયું હોવાની લોકચર્ચા થઈ રહી છે.
