December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

જીઈબી નાયબ ઈજનેરને આવેદનપત્ર પાઠવાયું :કાટમાળ હટાવવાનો અપાયેલ દિલાસો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી શહેરમાં જી.ઈ.બી.ના ઉખાડેલા, થાંભલા, ડી.પી.ના સળીયા, બોક્ષ જેવો કાટમાળ શહેરના સોસાયટીના ખુણાઓ અને જાહેર રોડ કોર્નરમાં જ્‍યાં ત્‍યાં રાખી મુકવામાં આવે છે. તેથી વાપી યુવા કોંગ્રેસ અગ્રણીઓએ શહેરમાં જ્‍યાં ત્‍યાં પડેલા જી.ઈ.બી.ના કાટમાળને દૂર કરવા માંગણી કરી છે.
વાપી યુવા કોંગ્રેસએ જી.ઈ.બી.ના નાયબ ઈજનેરને પાઠવેલા આવેદન મુજબ પાલિકા હદ વિસ્‍તારમાં વોર્ડ નં.8માં આવેલ નાઝાબાઈ રોડ પર પ્રણામી મંદિરની બાજુમાં લાયબ્રેરી સામે જી.ઈ.બી.ના સળીયા, થાંભલા, ભંગાર ઘણા વર્ષોથી પડયો છે. જેને લઈ આ સ્‍થાનિક ભરચક વિસ્‍તારમાં ગદકી સહિત ટ્રાફિક સમસ્‍યા ઉદ્‌ભવી રહી છે. તેથી યુવા કોંગ્રેસ સમિતિએ જી.ઈ.બી.ને લેખિત રજૂઆત કરીને કાટમાળ તાત્‍કાલિક ધોરણે હટાવવાની જાહેર હીત અંતર્ગત માંગણી કરી છે. કાર્યપાલક નાયબ ઈજનેર જી.ઈ.બી.એ કાટમાળ હટાવી દેવામાં આવશે તેવો દિલાસો આપવામાં આવ્‍યો છે.

Related posts

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે કરચગામ રોડ પરથી ટાટા ઇન્‍ટ્રામાં ગેરકાયદેસર ભરેલો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

કપરાડાથી મહારાષ્‍ટ્ર સુધી બાઈક ચોરી કરતી ગેંગના બે આરોપી ઝડપાયા, એક ફરાર

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

Leave a Comment