જીઈબી નાયબ ઈજનેરને આવેદનપત્ર પાઠવાયું :કાટમાળ હટાવવાનો અપાયેલ દિલાસો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વાપી શહેરમાં જી.ઈ.બી.ના ઉખાડેલા, થાંભલા, ડી.પી.ના સળીયા, બોક્ષ જેવો કાટમાળ શહેરના સોસાયટીના ખુણાઓ અને જાહેર રોડ કોર્નરમાં જ્યાં ત્યાં રાખી મુકવામાં આવે છે. તેથી વાપી યુવા કોંગ્રેસ અગ્રણીઓએ શહેરમાં જ્યાં ત્યાં પડેલા જી.ઈ.બી.ના કાટમાળને દૂર કરવા માંગણી કરી છે.
વાપી યુવા કોંગ્રેસએ જી.ઈ.બી.ના નાયબ ઈજનેરને પાઠવેલા આવેદન મુજબ પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નં.8માં આવેલ નાઝાબાઈ રોડ પર પ્રણામી મંદિરની બાજુમાં લાયબ્રેરી સામે જી.ઈ.બી.ના સળીયા, થાંભલા, ભંગાર ઘણા વર્ષોથી પડયો છે. જેને લઈ આ સ્થાનિક ભરચક વિસ્તારમાં ગદકી સહિત ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે. તેથી યુવા કોંગ્રેસ સમિતિએ જી.ઈ.બી.ને લેખિત રજૂઆત કરીને કાટમાળ તાત્કાલિક ધોરણે હટાવવાની જાહેર હીત અંતર્ગત માંગણી કરી છે. કાર્યપાલક નાયબ ઈજનેર જી.ઈ.બી.એ કાટમાળ હટાવી દેવામાં આવશે તેવો દિલાસો આપવામાં આવ્યો છે.