January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી તાલુકાના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરનું છત અચાનક ધરાશયી થતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના મલિયાધરા કુવા ફળીયામાં વિધવા બહેન ગંગાબેન ધનજીભાઈ પટેલ તેમની દીકરી સાથે ઘરમાં હતા તે દરમ્‍યાન બપોરના સમયે અચાનક તેમના બે ગાળાના ઘરનું વાંસ-લાકડાનું નળીયાવાળું છત ધડાકાભેર પડી જતા તેઓ સમય સુચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા. અને માળિયું પણ હોવાથી સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થવા પામી હતી.
જોકે અચાનક છત ધરાશયીથતા આ પરિવારને મોટું આર્થિક નુકશાન થવા સાથે પરિવાર મુશ્‍કેલીમાં મુકાઈ ગયો હતો. છત પડી જતા લાકડા પણ તૂટી જવા પામ્‍યા હતા. અને નળીયાનો પણ ભુક્કો બોલી જતા આ અંગેની જાણ થતાં ગામના સરપંચ સહિતના આગેવાનો ધસી આવી નુકશાની અંગેનો જરૂરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

પારડીના સુખેશ ખાતે બાઇક અને કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

Leave a Comment