June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીની ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ દ્વારા સ્‍તન કેન્‍સરની જાગૃતિ માટે લેક્‍ચરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેશન દરમિયાન ડૉ.સંજય દુધત દ્વારા પુરૂષો અનેસ્ત્રીઓ વચ્‍ચેના વિવિધ પ્રકારના કેન્‍સર પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્‍યત્‍વે સ્‍તન કેન્‍સર માટેના વિવિધ કારક એજન્‍ટો અને સ્‍તન કેન્‍સરનું વિશ્‍લેષણ કરવા માટે વિવિધ સ્‍વ-પરીક્ષણ તકનીક, જે સ્‍તન કેન્‍સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્‍યામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી અને સમાજની આ સળગતી સમસ્‍યા વિશે માહિતી મેળવી હતી. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે ભાજપા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, ઓ.બી.સી. મોરચા વાપી નોટિફાઈડ અને ડો. સંજય દૂધાતનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ, વાપી ખાતે GST દિવસની ઉજવણી

vartmanpravah

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

આઠ મહિના પહેલા થયેલ તીઘરા ગામનો ચોરીનો ભેદ ઉકેલાયો: ડુંગરી પોલીસે શંકાસ્‍પદ હાલતમાં ઝડપેલા ઈસમે પારડી વિસ્‍તારમાં ચોરી કરી હોવાનું કબૂલ્‍યું

vartmanpravah

Leave a Comment