September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઠ મહિના પહેલા થયેલ તીઘરા ગામનો ચોરીનો ભેદ ઉકેલાયો: ડુંગરી પોલીસે શંકાસ્‍પદ હાલતમાં ઝડપેલા ઈસમે પારડી વિસ્‍તારમાં ચોરી કરી હોવાનું કબૂલ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી તાલુકાના તીઘરા બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ ફરમણીશંકર જોશી તેમના પરિવાર સહિત આજથી આઠ મહિના પહેલા તારીખ 27.10.2023 ના રોજ નેપાળ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન કડિયા કામ કરી મજૂરી કરતો કલમ દિલીપ અજનાર ઉંમર વર્ષ 20 રહે.સિગાચોરી ગામ, મધ્‍ય પ્રદેશનાઓએ પોતાના ચાર જેટલા સાથીદારો સાથે પરેશભાઈના બંધ બંગલામાં પ્રવેશી રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત આશરે બે લાખની ચોરી કરી ભાગી છુટયા હતા. જતા જતા આ સાતીર ચોરો ઘરમાં રાખેલ સીસીટીવી તથા ડીવીઆર પણ લઈ જતા ચોરીનો ભેદ ઉકેલવો થોડો મુશ્‍કેલ બન્‍યો હતો.
તારીખ 8.7.2024 ના રોજ વલસાડડુંગરી પોલીસ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. આ દરમિયાન શંકાસ્‍પદ હાલતમાં ફરી રહેલ કલમ દિલીપ અજનારની પૂછપરછ દરમ્‍યાન તેણે આજથી આઠ મહિના પહેલા પારડી વિસ્‍તારમાં ચોરી કરી હોવાનું કબૂલ્‍યું હતું.
ડુંગળી પોલીસે આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ આ ચોરને પારડી લઈ આવી પૂછપરછ દરમ્‍યાન તેણે વાપી વિસ્‍તારમાં કડિયા કામ કર્યા બાદ રેકી કરી પોતાના અન્‍ય ચાર જેટલા ઈસમો સાથે પારડી તીઘરા બ્રાહ્મણ ફળિયા ખાતેના બંધ ઘરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું કબુલાતાં પારડી પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની તૈયારી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાની તપાસ પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એલ. વસાવા કરી રહ્યા છે.

Related posts

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

vartmanpravah

વાપી પીએફ કચેરીના આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની જામીન અરજી નામંજુર

vartmanpravah

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

પારડી તાલુકાની કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્‍યુનિટી હોલનું જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. ગગન ચનાનાજીએ કરેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment