April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવનો વિદ્યાર્થી જિલ્લા કક્ષાની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી રાજ્‍ય કક્ષા માટે પસંદગી પામતા શાળાનું ગૌરવવધ્‍યું છે.
‘‘સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા” દ્વારા જિલ્લા કક્ષાની કરાટેની સ્‍પર્ધા તારીખ 3 ઓગસ્‍ટ 2024 ના રોજ અતુલ વિદ્યાલય શાળામાં યોજવામાં આવી હતી. જેમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ સેકેન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનો ધોરણ 9 ગુજરાતી મિડિયમમાં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ક્રિષ્‍ના ઋષિકેશ રાય જેમણે 45 કિલો વજનની અંદર આ રમતમાં ભાગ લીધો હતો. જેમાં 16 જેટલી શાળાઓએ પણ ભાગ લીધેલ હતો. જેમાં ક્રિષ્‍ના ઋષિકેશ રાયે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. હવે ક્રિષ્‍નાકુમાર રાય રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા એ વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

Leave a Comment