(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.24: હોકી ગુજરાત દ્વારા સિનિયર નેશનલ બહેનોની ટીમની પસંદગીમાં વલસાડ જિલ્લાની બે બહેનોની પસંદગીમાં વલસાડ જિલ્લાની બે બહેનો 13મી હોકી ઈન્ડિયન સિનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશના જનાર હોવાથી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું.
હોકી ગુજરાત દ્વારા સિનિયર નેશનલ બહેનોની ટીમ પસંદગી કરવામાં આવી હતી જેમાં વિવિધ જિલ્લાની બહેનોને ભાગ લીધો હતો. જેમાં હોકી વલસાડના તેજલ યાદવ રહે.મોગરાવાડી, આશીર્વાદ, નિયર સંકુલન, વલસાડ, ગુજરાત, 396001 અને ભાવના ગુજર રહે.મોગરાવાડી, હનુમાન ફળિયા, નિયર ડાયમંડ કંપની, વલસાડ, ગુજરાત, 396001, ધો.7 થી એસ.વાય. બી.કોમ સુધી અભ્યાસ કરે છે. 7 થી જ હોકીનું ઈન્ટરેસ્ટ હતું અને એસ.વાય બી.કોમ સુધી હોકીની પ્રેક્ટિસ કરતી હતી અને આજે નેશનલ સ્ટેટ પર નામ રોશન કર્યું. છોકરી વલસાડની મોગરાવાડી સ્થિત આશીર્વાદ સંકુલન પાસે રહે છે. જેમના કોચ કપિલ સર અને જોઈન્ટ સેક્રેટરી ભાવિન પટેલ છે. હોકી ગુજરાતની ટીમ પસંદગી પામી 13મી હોકી ઈન્ડિયન સિનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે કાકીનાડા આંધ્રપ્રદેશ મુકામે ગયા હતા.
આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રા.મહેશભાઈ પટેલ સેક્રેટરી પ્રા.જીતેન્દ્રકુમાર ટંડેલ તેમજ જોઈન્ટ સેક્રેટરી ડો.ભાવિન પટેલઅને હોકી વલસાડના તમામ સભ્યએ તેમજ ખેલાડીઓએ હોકી વલસાડનું નામ રોશન કરવા બદલ તેજલ અને ભાવનાને અભિનંદન પાઠવ્યા હતા.
