January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.0પ: પારડી ખાતે આવેલા શ્રી વલ્લભસંસ્‍કારધામ ડે બોર્ડિગ સ્‍કૂલમાં નવા શૈક્ષણિક વર્ષ હર્ષોઉલ્લા સાથે શરૂ થયું. નવા પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓનું સ્‍વાગત પુષ્‍પ વરસાવી કરવામાં આવ્‍યું હતું. પ્રાર્થના સભાનો વિષય સ્‍વ-શિસ્‍ત(લ્‍ચ્‍ન્‍જ્‍ ઝત્‍લ્‍ઘ્‍ત્‍ભ્‍ન્‍ત્‍ફચ્‍) રાખવામાં આવ્‍યો હતો. શાળાના પટાંગણમાં નાના ભૂલકાંઓ રસ અને રૂચિ અનુભવે એ હેતુથી શિક્ષકોએ મિકી માઉસ અને માસા જેવા પાત્રો ભજવી વિદ્યાર્થીઓને આヘર્યચકિત કરી દીધા હતા. આ કાર્યક્રમની શરૂઆત માઁ સરસ્‍વતીની પૂજા-અર્ચનાથી કરવામાં આવી હતી. સંગીત શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા ‘સુમન કુંજ સે લેકે આયે…..’ સરસ મજાનું સ્‍વાગત ગીત ગાઈ તેમજ નૃત્‍ય કરી પ્રાર્થનાસભાને સંગીતમય બનાવી દીધું હતું. સ્‍વ-શિસ્‍તનું વિદ્યાર્થીઓના જીવનમાં શું મહત્‍વ છે, એ વિષય પર મનમોહક નાટકની પ્રસ્‍તૃતિ થઈ. નાના નાના ભૂલકાંઓને તેમજ નવા વિદ્યાર્થીઓ પર્યાવરણવિષે જાગૃત થાય તે માટે સ્‍કૂલ તરફથી ચકલીનો માળાની ભેટ આપવામાં આવી હતી. શિક્ષકો દ્વારા બાળકોને જ્ઞાનયુક્‍ત સુવિચાર અને તેનું સ્‍પષ્ટીકરણ આપી તેમના જ્ઞાનમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્ય દ્વારાબાળકોને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું હતું. અંતે સ્‍કૂલ ગીત ગાઈ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

Related posts

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

vartmanpravah

દાનહઃ સાયલી ભીલોસા કંપની નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

Leave a Comment