January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

ગ્રીનપાર્કભાગડાવાડાથી 15 વર્ષનો કિશોર તથા રાખોડીયા તળાવથી ચાર વર્ષની ઉંમરના બે બાળકો ગુમ થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ પોલીસે તાજેતરમાં ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી કાઢી માતા-પિતા સાથે મેળાપ કરાવાની ઉમદા કામગીરી ભજવી હતી.
વલાસડ સિટી પો.સ્‍ટે.ના ગ્રીનપાર્ક જન્નતનગર ભાગડાવાડાથી 15 વર્ષનો કિશોર ઘરેથી કોઈને કહ્યા વગર ક્‍યાંક ચાલી ગયો હતો. પોલીસને અપાયેલ જાણ કારી બાદ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ અને હ્યુમન સોર્સને આધારે જાણવા મળેલ કે કિશોર સુરત ગયો છે. પોલીસની ટીમ સુરત પહોંચીને કિશોરને શોધી આપી માતા પિતાને સુપરત કર્યા હતા. બીજા એક બનાવમાં વલસાડ રાખોડીયા તળાવ શહીદ ચોકથી ચાર-પાંચ વર્ષના બે બાળકો ગુમ થયા હતા. બાળકોના ફોટા આધારે બન્ને બાળકોને સિટી પોલીસે શોધીને માતાપિતા સાથે મેળાપ કરાવીને પ્રશંસનીય કામગીરી બન્ને બનાવમાં કરી હતી. પોલીસે મિશન મિલાપ સફળ બનાવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

Leave a Comment