Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

પાલિકાએ દિન બેસુધીમાં પાણી વેચવા અંગેનું રજીસ્‍ટ્રેશન કરવાની તાકીદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાણીનું ઘમાસાણ ચાલી રહ્યું છે. પાલિકા દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં કાર્યરત આર.ઓ. પ્‍લાન્‍ટ (પાણીની દુકાન) ચલાવતા 15 જેટલા વેપારીઓને પાણી વેચવા ઉપર મનાઈ ફરમાવી દીધી હતી તેથી પાણીનો વેપાર કરતા વેપારીઓ પાલિકામાં ધસી ગઈ મોરચો કાઢયો હતો અને પાણી વેચવાનું ચાલુ રાખવાની રજૂઆત કરી હતી.
વાપીમાં હાલમાં ગરમીના દિવસોમાં પાણીનો કકળાટ વધી રહ્યો છે. અનેક જગ્‍યાએ પાણી ટેન્‍કરો દ્વારા પુરુ પાડવામાં આવી રહ્યું છે તેમાં પણ ચોમેર અસંતોષ અને વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ પાલિકાએ 15 જેટલી પાણીની દુકાનો બંધ કરાવતા મામલો બીચકાતા પાણી વેપારીઓ પાલિકામાં આજે ઉચ્‍ચ રજૂઆત કરી હતી કે પાણી વેચાણની છૂટછાટ આપવામાં આવે. આ તબક્કે પાલિકા હાઈડ્રોલીક ઈજનેર ઝા એ સ્‍પષ્‍ટતા કરી હતી કે દિન બે માં પાણી અંગેનું જરૂરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાની તાકીદ કરી હતી. પાણી જેવી જીવન જરૂરીયાત જેવી ચીજ માટે વાપીમાં આજકાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. પાણી સેવા આપવામાં પાલિકાની સંતોષકારક સેવા શહેરને નથી મળી રહી એ ચોક્કસ છે.

Related posts

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment