October 14, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

બંને ચેક પોસ્‍ટ પર તકેદારીના ભાગરૂપે કડક કોરોના ચેકિગ હાથ ધરાઈ

(તસવીર અહેવાલ: ફૈઝાન ફારુખ)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દીવ, તા.06
દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી થતાં બંને ચેક પોસ્‍ટ પર તકેદારીના ભાગરૂપે કડક કોરોના ચેકિગ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં કોરોના અને અમીક્રોમના વધી રહેલા કેસોની ગંભીરતાને જોતા સંઘપ્રદેશ દ્વારા આદેશ જારી કરવામાં આવ્‍યા હતા.જેનું આજે ચૂસ્‍ત પાલન કરવામાં આવી રહ્યું છે. આજથી દીવ જિલ્લામાં આંગણવાડી તથા એક થી આઠ ઘોરણની શાળાઓ બંધ કરી દેવામા આવી હતી. સાથે દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા દીવની ઘોઘલા ચેક પોસ્‍ટ અને તડ ચેક પોસ્‍ટ પર કોરોના વેકસીનના ડોઝ લીધા હોય તેનુ સર્ટિફિકેટ ફરજીયાત બતાવવું તથા વેક્‍સીનના લીધી હોય તો દીવ ચેકપોસ્‍ટ પર કોરોના વેકસીન આપવાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.
દીવ ચેકપોસ્‍ટ પર દીવમાં આવનારા વ્‍યક્‍તિઓને કોરોના ટેસ્‍ટ પણ કરવામાં આવી રહ્યું છે તથા માસ્‍ક નહિ પહેરનારને પણ દંડિત કરવામાં આવી રહયા છે, કોરોનાની તમામ ગાઈડ-લાઈનનુ પાલન કરવા લોકોને સૂચનો કરવામા આવ્‍યું હતું. હાલની આ ગંભીર પરિસ્‍થિતિ પહોંચી વળવા દીવ પ્રશાસન તરતોડ પ્રયાસો કરી રહી છે.
દીવ પ્રશાસન દ્વારા લોકોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સૂચનોકર્યા છે, તેમણે લોકોને માસ્‍ક પહેરવા વારંવાર સેનીટાઈઝર કરવા તથા લોકો વચ્‍ચે સામાજીક અંતર રાખવા ખાસ અપીલ કરવા આવી છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

Leave a Comment