Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

સેલવાસ રોડથી અડધો કિ.મી.નો રસ્‍તો જીઆઈડીસી અને પાલિકાના તાબામાં છે. આ રસ્‍તા ઉપર અનઅધિકૃત બાંધકામ થયા છે

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા વસાહતમાં ગેરકાયદે અનેક બાંધકામ અને દબાણોની ભરમાર હોવાથી ડી.આઈ.એ. પાલિકા અને જી.આઈ.ડી.સી.ને દબાણો દૂર કરાવવાની માંગણી કરતી લેખિત રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી ડી.આઈ.એ.ની રજૂઆતની કોઈ નોંધ જ ના લેવાઈ હોય તેમ પડતર પડીરહી છે.
વાપી સેલવાસ રોડથી જી.આઈ.ડી.સી. ડુંગરાને જોડતો અડધો કિલોમીટરનો રોડ પાલિકા અને જી.આઈ.ડી.સી.ના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ રોડ ઉપર ગેરકાયદે મકાનો અને દુકાનોનું વધારે અતિક્રમણ થયું હોવાથી ડુંગરા વસાહતના ઉદ્યોગોને માલ-સામાન અને કાચો માલ લાવવા લઈ જવાની મુશ્‍કેલી પડે છે તેથી મુખ્‍ય માર્ગ ઉપરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે ગત તા.20 ફેબ્રુઆરીએ ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ આર.ડી. મોર્યા, વાઈસ પ્રેસિડેન્‍ટ અનિલ ગુપ્તા, સેક્રેટરી કિરીટ મધાની, ટ્રેઝરર રમેશ પુજારીએ જી.આઈ.ડી.સી. ડિવિઝન મેનેજર, તથા વાપી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં સત્તાધીશોએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ડુંગરાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગંભીર તાકીદ કરી હતી. હવે જોવુ એ રહ્યું છે કે, ડુંગરા વસાહતના ગેરકાયદે દબાણો ક્‍યારે દૂર થાય છે?

Related posts

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

vartmanpravah

Leave a Comment