Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: દેગામ સ્‍થિત ખાનગી કંપનીના સ્‍ટોર રૂમમાંથી સાત માસ પૂર્વે ચોરાયેલ સોલાર સેલનો રૂા.2.09 કરોડનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.30/09/22 ના રોજ ચીખલી પીએસઆઈ સમીર જે.કડીવાલા સહિતના સ્‍ટાફ આલીપોર દેગામ ટાંકલ માર્ગ ઉપર વોચ ગોઠવી રાત્રીના સમયે ચાસા ગામની સીમમાં ઈકો કાર નં.જીજે-21-સીબી-5270 માંથી 96 કાર્ટૂનમાં સોલાર સેલનો રૂા.1,38,24,000/- નો જથ્‍થો સાથે ત્રણ જેટલાને ઝડપી પાડ્‍યા હતા. આ જથ્‍થો દેગામ સ્‍થિત સોલાર કંપનીનાખુલ્લા સ્‍ટોરમાંથી ચોરાયેલ હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસે બામણવેલ, અમદાવાદ સહિત અન્‍ય સ્‍થળેથી પણ કેટલાક સોલાર સેલનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો. આ સોલાર સેલની ચોરીના ગુનાની તપાસ એલસીબી પણ કરી રહી હતી. અને વારી એનજીસ લિમિટેડના સિનિયર એચઆર મેનેજર વિશાલ ઉપાધ્‍યાય સહિતનાઓ દ્વારા પણ જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્‍યાન એલસીબી પોલીસે અગ્રવાલ રીન્‍યુએબલ્‍સ એનજીસ રોડ પોન્‍ડા સાઉથ ગોવા ખાતેથી 143 જેટલા બોક્ષ અને છુટા મળી કુલ 2,09,68,500/- નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment