Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ પોલીસે એટીએમમાં પૈસા કાઢવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લૂંટ ચલાવનાર બે આરોપીને ઝડપી પાડયા

આરોપીઓ પાસેથી 106 ડેબિડ કાર્ડ, 3 મોબાઈલ સહિત 1 બાઈક જપ્ત કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: દમણ પોલીસે બેંકના એટીએમમાં પૈસા કાઢવા આવનારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લૂંટ ચલાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બે વ્‍યક્‍તિની ધરપકડ કરીને તેમની પાસેથી 106 ડેબિટ કાર્ડ, 3 મોબાઈલ અને 1 મોટરસાયક પણ જપ્ત કરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ 3 એપ્રિલ, 2023ના રોજ તેમની પાસે આવેલ એક ફરિયાદીએ કચીગામ આઉટ પોસ્‍ટમાં આવીનેફરિયાદ નોંધાવી હતી કે, તે જ્‍યારે 2 એપ્રિલ, 2023ના રોજ પોતાનું એક્‍સિસ બેંકનું એટીએમ કાર્ડ લઈને કચીગામ-ઝરી મુખ્‍ય રોડ સ્‍થિત એટીએમ બૂથ પર પૈસા કાઢવા ગયા તો તે દરમિયાન કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિએ પાછળથી આવીને તેમનો એટીએમ પીન નંબર જોઈ લીધો હતો. ત્‍યારબાદ અજાણ્‍યા વ્‍યક્‍તિએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ચાલાકીથી તેમનું એટીએમ કાર્ડ બદલી લીધો. ફરિયાદીના એટીએમ કાર્ડથી અજાણ્‍યા વ્‍યક્‍તિએ જુદી જુદી જગ્‍યા પર કાર્ડનો ઉપયોગ કરીને 55,889 રૂપિયા કાઢી લીધા હતા. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં આઈપીસીની કલમ 406 અને 420 મુજબ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીના બેંક ખાતાનું વર્ણન મેળવ્‍યું હતું અને તેનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું હતું અને જુદા જુદા એટીએમ બૂથોની ઓળખ કરવામાં આવી હતી, જ્‍યાંથી એટીએમના માધ્‍યમથી રોકડનો ઉપાડ કરવામાં આવ્‍યો હતો. અન્‍ય કોઈ ખરીદી પણ એટીએમ કાર્ડથી કરવામાં આવેલી હતી અને કેટલાક ડેટાનું વિશ્‍લેષણ પણ કરવામાં આવ્‍યું હતું. કેટલા એટીએમમાંથી ઉપાડ અને ખરીદી લેનદેનના આધારે ટેક્‍નીકલ ડેટા પણ એકત્રિત કરવામાં આવ્‍યો હતો અને આરોપીની ઓળખની પુષ્‍ટિ કરવા માટે તેનું વિશ્‍લેષણ કરવામાંઆવ્‍યું હતું. સતત પ્રયાસો બાદ જરૂરી તમામ સૂચનો પોલીસકર્મીઓને આપવામાં આવ્‍યા હતા અને દમણ પોલીસની ટીમ એટીએમની આજુબાજુના વિસ્‍તારમાં ફરી રહ્યા હતા ત્‍યારે એક બાઈક ઉપર બે વ્‍યક્‍તિઓ શંકાસ્‍પદ લાગતાં તેમના ઉપર ખાસ નજર રાખતા તેમનો કચીગામ પોસ્‍ટથી ત્‍યાં સુધી પીછો કર્યો જ્‍યાં સુધી તે બંને એટીએમ બૂથ ખાતે બાઈક ઉપરથી ઉતરીને ફરી રહ્યા હતા ત્‍યારે તે બંને આરોપીઓને ઝડપી પાડયા હતા.
બંને આરોપીઓની ઓળખ ચંદનકુમાર માણિક સિંહ (ઉ.વ.29) રહે. મિયાજી બિલ્‍ડિંગ, રૂમ નં.2 પહેલા માળે, ડુંગરા વાપી રોડ, વાપી, મૂળ રહે. ગામ બજરા, પોસ્‍ટ થાણા હિસુઆ, જિલ્લા નવાદા બિહાર અને અયોધ્‍યા નારાયણ જનાર્દન પ્રસાદ સિંહ (ઉ.વ.31) રહે. મિયાજી બિલ્‍ડિંગ, રૂમ નં.2, પહેલા માળે ડુંગરા, વાપી રોડ, વાપી, મૂળ રહે. ગામ-પોસ્‍ટ એકમ્‍બા, થાણા ફતેહપુર, જિલ્લા ગયા, બિહારના તરીકે થઈ હતી.
આ આરોપીઓ ભોળા લોકોને પૈસા કાઢવામાં મદદ કરવાનું નાટક કરતા હતા. ચાલાકીથી તેમનો પિન નંબર જાણી લેતા હતા અને ધ્‍યાન ભટકાવીને તરતર તેમનો એટીએમ કાર્ડને નકલી કે કોઈ અન્‍ય વ્‍યક્‍તિના એટીએમ કાર્ડની સાથે બદલી દેતા હતા. ત્‍યારબાદ તેઓ ખાતામાંથી પૈસા કાઢી લેતા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

Leave a Comment