Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

78 જેટલા બેંક ખાતામાં રહેલા રૂા.1.30 કરોડ કરતા વધુ નાણાં ફ્રીઝ કર્યા , દમણ પોલીસે વેબસાઈટના માધ્‍યમથી ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો કરેલો પર્દાફાશઃ બે આરોપીઓની ધરપકડ

  • ઓનલાઈન આંતરરાજ્‍ય જુગારના અડ્ડાનો માસ્‍ટર માઈન્‍ડ ફિલીપાઈન્‍સથી નેટવર્કનું સંચાલન કરતો હતો
  • દમણ પોલીસના સફળ ઓપરેશનથી દેશના અલગ અલગ રાજ્‍યો અને હિસ્‍સામાં ચાલી રહેલા ઓનલાઈન જુગારનું નેટવર્ક પણ ખતમ થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: દમણ પોલીસે વેબસાઈટના માધ્‍યમથી ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મ ઉપર ચાલી રહેલા આંતરરાજ્‍ય જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે અને વિવિધ 78 જેટલા બેંક ખાતામાં રહેલા રૂા.1 કરોડ 30 લાખ કરતા વધુની રકમ ફ્રીઝ કરવા સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ પોલીસને પોતાના સૂત્રોથી damangames.inના નામથી ચાલી રહેલ એક ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મથી લોકોનો વિશ્વાસ જીતી વ્‍યક્‍તિગત અને આર્થિક જાણકારી ચોરવાની સાથે જુગાર રમવાની ગેરકાનૂની ગતિવિધિ ચાલી રહી હતી.
પોલીસે શરૂ કરેલી પ્રારંભિકતપાસમાં અનેક બેંક ખાતાઓની માહિતી મળવા લાગી હતી. બેંક ખાતાઓની ઊંડાણથી કરેલી તપાસ દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં આ ઓનલાઈન ગેમ્‍સ દ્વારા ગેમ્‍બલિંગ(જુગાર)ના માધ્‍યમથી દરરોજ કરોડો રૂપિયાની લેણદેણ થઈ રહી હતી. બેંક ખાતા દ્વારા પોલીસને જાણકારી મળી કે મોટાભાગના વ્‍યક્‍તિઓ દેશના અલગ અલગ વિસ્‍તારમાં સક્રિય હતા. કેટલાક વ્‍યક્‍તિઓ દેશના બહારથી સંચાલન કરી રહ્યા હતા. કેસની ગંભીરતાને જોતાં ખુબ જ ઝડપથી વધુમાં વધુ માહિતી એકત્રિત કરી પોલીસની ટીમને તપાસ માટે દેશના દક્ષિણ અને ઉત્તરના અલગ અલગ રાજ્‍યોમાં મોકલવામાં આવી હતી. જ્‍યાં 15 દિવસો સુધી લગાતાર એક કડીથી બીજી કડીને મેળવતાં છેવટે પોલીસની ટીમ આ ગેંગના એક મુખ્‍ય આરોપી કનુરી દુર્ગા પ્રસાદ (ઉ.વ.22) રહે. મકાવરાપલેમ, વિશાખાપટ્ટનમ-આંધ્ર પ્રદેશમાં રહી આ ગ્રુપનું સંચાલન કરી રહ્યો હતો. જેની પુછપરછ બાદ ધરપકડ કરી દમણ લવાયો હતો, તેની સાથે બીજો મુખ્‍ય આરોપી સ્‍વર્ણ સિંહ રહે.ડાંગિયા, લુધિયાણા-પંજાબથી લાવવામાં આવ્‍યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 60 બેંક ખાતા, ચેકબુક, પાસબુક, 46 ડેબિટ કાર્ડ અને 7 મોબાઈલ ફોન બરામદ કર્યા છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતોમાં damangames.inના નામથી એક ગેંગ ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મ દ્વારાજુગારનું રેકેટ ચલાવી રહ્યા હતા અને મની લોન્‍ડરિંગની ગતિવિધિઓમાં સામેલ હતા.
દમણ પોલીસ ગેંગના મુખ્‍ય સભ્‍યની શોધ કરી રહી હતી. ધરપકડ કરાયેલ આરોપી ઓનલાઈન જુગાર રેકેટમાં મુખ્‍ય સભ્‍ય છે અને અનેક અવૈધ ગતિવિધિઓમાં સામેલ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ દ્વારા ગેંગના પુરા નેટવર્કને ઉજાગર કરવા અને અન્‍ય દરેક દોષિઓને ન્‍યાયની અદાલતમાં લાવવા માટે આગળની તપાસ જારી છે.
અત્રે નોંધનીય છે કે, આરોપીઓની ધરપકડ અને બેંક ખાતા ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન બરામદ કરી દમણ પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર તપાસ દરમિયાન પોલીસને 78થી વધુ બેંક ખાતા અને આ બેંક ખાતાઓમાં રૂા.1 કરોડ 30 લાખથી વધુની રકમ હોવાનું જણાતા તેને ફ્રીઝ કરાયા છે.
ધરપકડ કરાયેલા બંને આરોપીઓની કરાયેલી કડક પુછપરછ બાદ સમગ્ર ઘટનાનો મુખ્‍ય આરોપી ફિલીપાઈન્‍સમાં રહી આ નેટવર્ક ચલાવી રહ્યો છે. જે આરોપી સ્‍વર્ણ સિંહનો સગો છે. દમણ પોલીસે આંતરરાજ્‍ય ઓનલાઈન જુગારના અડ્ડાના કરેલા પર્દાફાશથી દેશના અલગ અલગ રાજ્‍યોમાં ચાલી રહેલ આ નેટવર્ક પણ પૂર્ણ રીતે ખતમ થયું છે.

Related posts

પારડીની પરિણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતા બેકાર પતિની શાન ઠેકાણી લાવતી અભયમ ટીમ

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment