October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ પર રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંશ્રીમતી દેવકીબા કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સ, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ એન્‍ડ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના વિદ્યાર્થીઓ અને સ્‍ટાફે ઉત્‍સાહભેર કેમ્‍પમાં ભાગ લીધો હતો. જેમા 66 યુનિટ રક્‍ત એકત્રિત થયું હતું. આ કાર્યક્રમનો શુભારંભ લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી અનંતરાવ નિકમના હસ્‍તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. આ અવસરે ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે જણાવ્‍યું કે, રક્‍તદાન કરવું સૌથી મોટુ પુણ્‍યનું કામ છે, રક્‍તદાનથી કેટલાક લોકોની જીંદગી બચાવી શકાય છે. રક્‍તની જરૂરત કયારે કોઈ માણસને પડે એ કહી શકાય નહિ, આપણા લોહીની કેટલીક બૂંદો કોઈ જરૂરિયાતમંદના શ્વાસને રોકી શકે છે. પ્રચાર પ્રસાર બાદ પણ હજી ઘણા લોકોના દિમાગમાં રક્‍તદાનને લઈ કેટલીક ભ્રમણા જોવા મળે છે જે ખરેખર ખોટી છે. પ્રત્‍યેક સ્‍વસ્‍થ વ્‍યક્‍તિએ રક્‍તદાન કરવું જોઈએ. જે આપણી પોતાના સેહત માટે ફાયદામંદ હોય છે. આપણા નાના અમથા દાનથી કોઈનો જીવ બચી શકે છે જેના માટે ઘરે ઘરે રક્‍તદાનની અલખ જગાવવાની જરૂરી છે. આ અવસરે સેક્રેટરી એ.નારાયણન, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિહ રાઠોડ, ઈન્‍ડિયન રેડક્રોસના ડો.રાજેશશાહ, શ્રીમતી દેવકીબા કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સ, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ એન્‍ડ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના વિદ્યાર્થીઓ, સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

‘‘ગામના છોકરા સાથે આડા સંબંધ છે” કહી પરિણીતાને બદનામ કરતા કૌટુંબિક જેઠને 181 અભયમે પાઠ ભણાવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment