Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 તેમજ હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઈ રહે તેમજ અગાઉ જિલ્લામાં ધાડ, લૂંટ, સ્‍નેચીંગના બનાવ બનેલ હોય જે અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવાના હેતુથી તેમજ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે પોલીસ અધ્‍યક્ષશ્રી ડો.કરનરાજ વાઘેલાની અધ્‍યક્ષતામાં આજરોજ વાપી જી.આઈ.ડી.સી., વી.આઈ.એ. હોલ ખાતે વાપી વિસ્‍તારમાં આવેલ આંગડીયા પેઢી, જ્‍વેલર્સની દુકાનોવાળા તેમજ બેંકીંગ ક્ષેત્ર તેમજ એનબીએફસી સાથે સંકળાયેલ વેપારીઓ તથા પેઢીના આશરે 400 થી વધુ સંચાલકો સાથે મિટીંગ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વાપી વિભાગ, વાપીના બી.એન. દવે તથા વલસાડ જિલ્લાના ક્રાઈમ બ્રાન્‍ચ ઓ.જી. સહિતના પોલીસ અધિકારીઓએ પણ પોતાના અનુભવો તેમજ તપાસમાં પડેલ અડચણો વિગેરે બાબતે તકેદારી રાખવા પરસ્‍પર સંવાદ કરવામાં આવેલતેમજ આંગડીયા પેઢી, જ્‍વેલર્સની દુકાનોવાળા તેમજ બેંકીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ. આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અન્‍વયે રોકડ વ્‍યવહારો બાબતે પણ તકેદારી રાખવા જણાવવામાં આવેલ છે.

Related posts

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપી ચલા પ્રાથમિક શાળા પાસે પાલિકાની ડિવાઈડર કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment