January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્‍સાઈઝ વિભાગ દ્વારા બે વાહનોમાંથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર એક્‍સાઈઝ વિભાગની ટીમને પેટ્રોલિંગ દરમ્‍યાન દાનહના મસાટ નજીક ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરી જઈ રહેલ ટેમ્‍પો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમ્‍યાન ટેમ્‍પામાં ખાલી કાર્ટુનની નીચે દારૂની પેટીઓ છૂપાવીને રાખવામાં આવી હતી. એક્‍સાઇઝ વિભાગે 10,52,400 રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્‍થો અને ટેમ્‍પોને પણ જપ્ત કરી ટેમ્‍પોચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્‍ય એક કિસ્‍સામાં સામરવરણી રીંગ રોડ નજીક ટેમ્‍પો નંબર ડીએન 09 જે 9837માં 360 બોટલ દારૂનો જથ્‍થો જેની અંદાજીત કિંમત 13,34,520 રૂપિયા તથા એક આરોપી અફરીદીને સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગ દ્વારા ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

ટાંકલમાં સુરતથી ચિકન ખાવા આવેલ શખ્‍સને જૂની અદાવતે ઢીબી નાખ્‍યોઃ સુરતના 4 સામે ગુનો નોંધાયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

vartmanpravah

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

Leave a Comment