December 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

પોલીસે બે વાહન, મોબાઈલ ફોન અને રોકડ મળી 76570 નો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના ઓરવાડ ગામે જૈન મંદિર પાછળ આવેલી ખુલ્લી જ્‍ગ્‍યામાં કેટલાક જુગારીયાઓ ભેગા મળી ગંજી પત્તા વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી પેટ્રોલીંગ કરતી પારડી પોલીસને મળતા પોલીસ કોન્‍સ્‍ટેબલ અશોકભાઈ, પ્રદીપસિંહ, ક્રિપાલસિંહ સહિતનાઓએ છાપો મારતા જુગારિયાઓમાં નાસ-ભાગ મચી ગઈ હતી. જેમાં બે જુગારીયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્‍યારે 1.અનિલ શ્‍યામજીભાઈ દેવીપુજક રહે.ઓરવાડ. એચ.પી ગેસના બાજુમાં, 2.અનિલ નાનુભાઈ દેવીપૂજક રહે.રેંટલાવ ગામ , ઉદવાડા રેલ્‍વે સ્‍ટેશનની બાજુમાં, 3.નારણભાઈ પોપટભાઈ પટેલીયા રહે.ઓરવાડ જૈન મંદિર પાછળ ને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્‍થળેથી દાવ પર મૂકેલા રોકડા રૂપિયા 360, અંગઝડતી કરી રૂા.1210, અને ત્રણ મોબાઈલ ફોન જેની કિમત રૂા.15000. બર્ગમેન મોપેડ નંબર જીજે-15-ડીક્‍યુ-9151અને જ્‍યુપીટર મોપેડ નંબર જીજે-15-બીએ-6217 બંને મોપેડની કિંમત રૂપિયા 60,000 મળી કુલ્લે રૂા.76570નો મુદ્દામાલ કબ્‍જે લીધો છે અને ભાગી છૂટેલા અજય રાજુભાઈ નાવડીયા રહે.ઓરવાડ, પરિયા રોડ, મેહુલ કરશનભાઈ ઉગરેજીયા રહે.ઓરવાડ, ઝંડાચોકને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

Related posts

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment