Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

જવાબદાર તંત્ર રોડ માર્કિંગ કે પછી રાત્રિમાં રિફલેક્‍ટર લાઈટ લગાવે એ ખૂબ જ જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી નેશનલ હાઈવે પર પારડી ચાર રસ્‍તા બ્રિજની શરૂઆતમાં અને વલ્લભ આશ્રમ સામે હાઈવે બ્રિજની શરૂઆતમાં બ્રિજની ડીવાઈડર આગળ રોડ માર્કિંગના પટ્ટા અને રિફલેક્‍ટર લાઈટ ના અભાવે રાતે હાઈવેથી જતાં વાહનચાલકો બ્રિજ શરૂઆતના ડીવાઈડર જોઈ શકતા નથી જેને લઈ વાહનો બ્રિજ ડીવાઈડર સાથે અથડાય ઉપર ચઢી જતાં ગંભીર અકસ્‍માતો સર્જાય રહ્યા છે. ત્‍યારે ફરી એક વાર બુધવારના મળસ્‍કે ચારેક વાગ્‍યે પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવેથી પસાર થતું ડમ્‍પર નંબર ડીડી 01-એલ-9980 નોચાલક બ્રિજ મોહન તિવારી અંધકારમાં બ્રિજ ડીવાઈડર જોઈ ન શકતા ડમ્‍પર ડીવાઈડર પર ચઢી જતાં ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. સદ નસીબે ડમ્‍પર પલટી મારતા બચ્‍યું હતું. આ અકસ્‍માતમાં ડમ્‍પરના આગળ ના બને વ્‍હીલો છૂટા પડી ગયા હતા. આ બાબતની જાણ થતાં હાઈવે ટ્રાફિક પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને બબ્‍બે ક્રેન મંગાવી ડમ્‍પર સાઈડે કરાવ્‍યુ હતું. પારડી ચાર રસ્‍તા બ્રિજની શરૂઆતમાં અને વલ્લભ આશ્રમ સામે હાઈવે બ્રિજની શરૂઆતમાં રાત્રીએ સર્જાતા અકસ્‍માત રોકવા રોડ માર્કિંગ કે પછી રાત્રિમાં રિફલેક્‍ટર લાઈટ લગાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment