October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડીના બાલદા ખાતે એલ એન્‍ડ ટી કંપનીના સાઈડ પર બે દિવસ અગાઉ ગત તા.18 એપ્રિલના રોજ ઝારખંડ, હાડ મલ્લીથી મંજૂરી કામે આવેલો કામદાર અશરફુલ સૈયદ શેખ ઉવ 43 એલ એન્‍ડ ટી ના પ્રબલ કળષ્‍ણકાંતા રોયના કોન્‍ટ્રાકટમાં ગત મંગળવારના રોજ કામ કર્યા બાદ બપોરે મેસમાં જમ્‍યા પછી બીજા કંપનીના માણસો સાથે કંપનીના રૂમમાં સૂતા હતા. જે બાદ સાંજે ઉઠ્‍યા બાદ છાતીમાં દુખાવો થતો હોવાની અશરફુલે સાથી કામદારોને ફરિયાદ કરતાં સાથી કામદારોસુપરવાઈઝરને જાણ કરી એમ્‍બુલન્‍સ મારફતે પારડી સીએચસી હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જોકે તેના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે ફરિયાદ આધારે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

vartmanpravah

Leave a Comment