January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

પોલીસ અને ડેપો મેનેજરની દરમિયાનગીરી બાદ માંડ માંડ મામલો થાળે પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ એસ.ટી. બસ ડેપોમાં બુધવારે રાત્રે મુસાફરોએ બસોની અનિયમિતતાને લઈ ઘણા લાંબા સમયથી કંટાળેલા મુસાફરોએ ડેપો ઉપર હલ્લાબોલ કરીને બસોની અવર જવર અટકાવીદઈને ડેપો માથે લીધો હતો. પોલીસ અને ડેપો અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
વલસાડ એસ.ટી. ડેપો ખુબ અગત્‍યનો બસ ડેપો છે. જિલ્લા ભરના વિદ્યાર્થીઓ, વેપારી, નોકરીયાત તથા સામાન્‍ય મુસાફરો નિયમિત અપડાઉન કરતા રહે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી ડેપોની કામગીરીમાં લાલીયાવાડી થઈ રહી છે. કલાકે સુધી બસો ડેપોમાંથી ઉપડતી નથી તેથી કંટાળેલા મુસાફરોએ ગત સાંજે ડેપો ઉપર હંગામો મચાવી દીધો હતો. ડેપોમાંથી નિકળતી અન્‍ય બસોની અવર જવર અટકાવી દેતા મામલો ઉગ્ર બન્‍યો હતો. ડેપો મેનેજર અને અધિકારીઓ સ્‍થળ ઉપર રૂબરૂ આવી સમસ્‍યાનો નિવેડો ના લાવે ત્‍યાં સુધી બસો ઉપડવા નહીં દઈશું તેવી હઠ અને માંગણી દોહરાવી મુસાફરોએ હલ્લાબોલ મચાવી દીધો હતો. અંતે મામલો વધુ ગંભીર બનતા પોલીસ ડેપો ઉપર દોડી આવી હતી. અધિકારીઓ અને પોલીસની દરમિયાનગીરી બાદ મામલો માંડ માંડ થાળે પડયો હતો.

Related posts

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

સરીગામ પાગીપાડા નહેરની બાજુમાં ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીના જથ્‍થાનો મુદ્દો ગંભીર પરંતુ મંદ ગતિએ તપાસ

vartmanpravah

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

Leave a Comment