Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્‍ચે આજેત્રણેક વાગ્‍યાના અરસામાં કણભઈ-સતાડીયા, ફડવેલ, ગોડથલ સહિતના કેટલાક વિસ્‍તારોમાં વરસાદનું આગમન થયું હતું. અને સતત ધીમીધારે અડધા કલાક વરસાદથી રસ્‍તા પરથી રીતસરના પાણી વહેતા થઈ ગયા હતા. અને ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદને પગલે તાપમાનમાં પણ ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાય હતી.
જોકે આ વિસ્‍તારમાં હાલે લગ્નની સિઝન જામી હોય આજના કમસમી વરસાદથી લગ્નના આયોજકોની દોડધામ વધી જવા પામી હતી. કણભઈ ગામે દિનેશભાઈ મગનભાઈ પટેલના ઘરે લગ્ન પ્રસંગ હોય મંડપો પણ પાણીમાં તરબોળ થવા સાથે કાદવની સ્‍થિતિ ઊભી થતા અનેક મુશ્‍કેલીઓ સર્જાઈ હતી. તાલુકા મથક ચીખલી તથા આજુબાજુના ગામોમાં સતત બે દિવસ વરસાદ વરસ્‍યો હતો. પરંતુ આજે ન વરસતા લોકોને રાહત થવા પામી હતી. જોકે હવામાન વિભાગની આગાહીને પગલે ખાસ કરીને લગ્નના આયોજકોની ચિંતા વધવા પામી છે.

Related posts

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

Leave a Comment