October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ રૂચિકા કાત્‍યાલે સેલવાસ ખાતે માનસિકઆરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો કરાવેલો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે આજે સેલવાસ ખાતે 108 કાર્યાલયમાં માનસિક આરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો આરંભ કર્યો હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે.
ભારત સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન માનસિક આરોગ્‍યના સંકટનો સ્‍વીકાર કરી એક ડિજિટલ માનસિક આરોગ્‍ય નેટવર્ક સ્‍થાપિત કરવા 2022-23ના બજેટમાં રાષ્‍ટ્રીય ટેલી માનસિક આરોગ્‍ય કાર્યક્રમ (એનટીએમએચપી)ની ઘોષણા કરી હતી. કેન્‍દ્ર સરકારનું લક્ષ પ્રત્‍યેક રાજ્‍ય/સંઘપ્રદેશમાં ઓછામાં ઓછું એક ટેલી માનસ પ્રકોષ્‍ઠ સ્‍થાપિત કરવાનું છે. જેથી દૂરના ઊંડાણના લોકોને પણ 24 કલાક મફત માનસિક આરોગ્‍ય સેવા મળી શકે.
અત્રે નોંધનીય છે કે, કોવિડ બાદ દેશમાં વધેલા માનસિક અવસાદને દૂર કરવા માટે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયની પહેલ ઉપર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે ટેલી માનસ સેવા પ્રારંભ કરી છે. જેના અંતર્ગત 24×7 ટેલી કન્‍સલ્‍ટેશન સેવાઓ મફત આપવામાં આવશે. સંઘપ્રદેશના નાગરિકો હવે ઘરબેઠાં અનેક્‍યાંયથી પણ માર્ગદર્શન લઈ શકશે.
આ પ્રસંગે આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે જણાવ્‍યું હતું કે, જો તમને અથવા તમારી આસપાસના કોઈ વ્‍યક્‍તિને માનસિક આરોગ્‍ય સંબંધિ પરામર્શ, માદક દ્રવ્‍યોના સેવનની સમસ્‍યાથી છૂટકારો, દંપત્તિ અને પારિવારીક ઝઘડાના સંદર્ભમાં, મુશ્‍કેલ પરિસ્‍થિતિ તથા આત્‍મહત્‍યાના વિચારો કે આક્રમકતાને સંભાળવા, દુઃખ અને આફતને સંભાળવા તથા ઉંઘ અને અશાંતિની સમસ્‍યા હોય તો ટોલ ફ્રી નંબર 1800-891-4400/14416 ઉપર ભારતમાં ક્‍યાંયથી પણ કોઈપણ સમયે કોલ કરી શકો છો.
આ કાર્યક્રમમાં આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસ, માનસિક આરોગ્‍યના સ્‍ટેટ પ્રોગ્રામ અધિકારી ડો. મેઘલ શાહ, મનોચિકિત્‍સા વિભાગના ડોક્‍ટર, મનોચિત્‍સિક કાઉન્‍સેલર તથા મેન્‍ટલ હેલ્‍થ પ્રોગ્રામની ટીમના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

દમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment