Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

માનવતા સેવાભાવી ઈન્‍તીખાબ ખાન અને તેમની ટીમ બિન વારસી લાશની સેવા કરે છે : બન્ને મૃતદેહોની સેવા કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી રેલવે સ્‍ટેશન ઉપર બાંદ્રા ટર્મિનલ ગરીબ રથની એક્‍સપ્રેસ ટ્રેનની અડફેટમાં બુધવારે 50 વર્ષિય અજાણી વૃધ્‍ધા આવી જતા ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. મૃતકના વાલી વારસોએ જી.આર.પી. હેડકોન્‍સ્‍ટેબલ સંજયભાઈ અને નરેન્‍દ્રસિંહનો સંપર્ક કરવા જણાવેલ છે. આ મૃતદેહને મૃતદેહોની સેવા બજાવતા ઈન્‍તેખાબભાઈએ પી.એમ. માટે ચલા લઈ ગયા હતા.
જ્‍યારે બીજો બનાવ વાપી ચલા રોયલ ડ્રીમ સોસાયટી સી વિંગના ફલેટ નં.301માં રહેતા 74 વર્ષિય વૃધ્‍ધનો મતદેહ મળ્‍યો હતો. મૃતક ભાગચંદ ઝવરની પૂત્રી અને જમાઈ ત્રણ વર્ષથી મુંબઈ નોકરી અર્થે રહે છે. પૂત્રી ત્રણ દિવસથી પિતાનો ફોન ઉપર સંપર્ક કરતી રહી હતીપણ સંપર્ક નહી થતા પાડોશીઓને જાણ કરી હતી. પાડોશીઓએ પોલીસની મદદથી દરવાજો તોડી ચેક કરતા વૃધ્‍ધનો મૃતદેહ ફલેટમાંથી મળ્‍યો હતો. આ મૃતદેહનો નિકાલ પણ વાપીના ઈન્‍તેખાબભાઈએ કર્યો હતો. ઈન્‍તેખાબ ખાનની ટીમ 35 વર્ષથી બિનવારસી મૃતદેહો અંગે એમ્‍બ્‍યુલન્‍સની સેવા પુરી પાડી છે.

Related posts

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

Leave a Comment