(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, 27: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના વાવર તથા હુંડા ગામો ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ લોકોને ખેતીમાં મદદરૂપ થાય એવા આશયથી 22 જેટલા ગૌવંશનું દાન કરવામાં હતું. આ કાર્યક્રમમાં શાંતિ મંદિર મગોદના સ્વામી નિત્યાનંદ, કોમલાનંદજી, શ્રી આનંદ વલ્લભ ભટ્ટ અને શ્રીલાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠીયાના સહકારથી ગૌદાન કાર્યક્રમનું જાયન્ટ્સ પ્રમુખ ડૉ.આશા ગોહિલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાયન્ટ્સ ગૃપના હંસા પટેલ, શિલ્પા દોડીયા, મહેશભાઈ ગાંવિત, વાવર ગામના સરપંચ માહદુભાઈ સરનાયક, હુંડા ગામના સરપંચ રંજનબેન હીલીમ ગમના આગેવાનો કાળુભા સહિત અન્ય વડીલોના સહકારથી પર્વતીય પ્રદેશમાં ખેતી માટે ગૌવંશ પૂરા પાડવામાં આવ્યા હતા.