Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્‍લડ બેન્‍ક વાપીમાં ભવ્‍ય રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રક્‍તદાન કરવા માટે લોકોમાં ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્રના સેવેકરી વર્ગ તરફથી કુલ 61 બોટલ યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું. શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્રમાં 80 ટકા સમાજ સેવા અને 20 ટકા અધ્‍યાત્‍મ પર જ્ઞાન અને કામ કરે છે. હાલમાં શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્રનું સરનામું રંગ અવધૂત મંદિર ચલા-વાપીમાં છે. ત્‍યાં દર ગુરુવારે અને રવિવારે ભવ્‍ય આરતી રાખવામાં આવે છે, જેમાં લોકોને માર્ગદર્શન કરવામાં આવે છે.
વાપીમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં સર્વ જાતિ ધર્મ અને સર્વ સેવકરી વર્ગના લોકોએ ભાગ લીધો હતો અને તેઓએ સ્‍વેચ્‍છાએ રક્‍તદાન કર્યું હતું રક્‍તદાન કર્યા પછી તેઓને ગ્‍લુકોઝ અને નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો સાથે ભેટ અને પ્રશસ્‍તિપત્ર પણ પ્રદાન કરવામાં આવ્‍યું હતું. સ્‍વામી મહારાજ વિશે જાણકારી આપવામાં આવી હતી. લાયન્‍સ ક્‍લબ વાપી અને લાયન્‍સ ક્‍લબ અથર્વ એમના તરફથી પણ ખૂબ સહયોગ પ્રાપ્ત થયો હતો.તમામના સહકારથી કાર્યક્રમ સારી રીતે પાર પડયો હતો.

Related posts

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

Leave a Comment