ભારે વરસાદથી નવસારી જિલ્લાના ઉન- ખડસુપા રોડને થયેલા નુકસાન બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુનસ્થાપનાની કામગીરી હાથ ધરાઇ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી . નવસારી તાલુકાના ઉન-ખડસુપા રોડ પર અતિ ભારે વરસાદના પગલે ખડસુપા ગામમાં આવેલ તળાવમાં પાણી ભરાયા હતા તળાવનું પાણી ઓવરફ્લો તથા પાણીના વહેણ માર્ગ પર આવતા રોડના આશરે ૧૮ મીટર લંબાઇનો અને ૩ મીટર પહોળો રોડના પેચ પર નુકશાન થયેલ હતું અને ખાડો પડ્યો હતો, જેથી ઉન અને ખડસુપા ગામનો અવર જવર થવાનો સંપર્ક તૂટ્યો હતો .
જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે જાણ તથા નુકશાન થયેલ રોડના સમારકામની કામગીરી હાથ પર લઈને તંત્રની ૧૪ લોકોની ટીમ સ્થળ પર ઉતારી રોડ પર પડેલ ખાડાનું પુરાણ તથા સમારકામની કામગીરી માત્ર ૨૪ કલાકની અંદર પૂર્ણ કરી રસ્તો પુનઃપ્રસ્થાપિત કર્યો હતો. ઊન અને ખડસુપા ગ્રામજનોને અવરજવર, વાહનવ્યવહાર માટે મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાની મરામત યુધ્ધના ધોરણે કરી ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરી, રસ્તાને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ગ્રામજનોને રોજબરોજની અવરજવરમાં રાહત મળી છે.માર્ગ અને મકાન વિભાગ દ્વ્રારા સત્વરે બધાજ ક્ષતિગ્રસ્ત માર્ગો ફરી ધમધમતા કરવા કામ કરી રહ્યાં છે.