April 27, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

રૂા. ૨૨.૫૦ કરોડના ખર્ચે ૦૪ ફીડરોની ૬૭ કિ. મી. ઓવરહેડ હાઇ ટેન્શરન લાઇનોનું ૭૭ કિ. મી. અંડરગ્રાઉન્ડએ કેબલીંગ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ધરમપુર નગરપાલિકા વિસ્તાગરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૧૧ કે. વી. ઓવરહેડ હાઇ ટેન્શમન લાઇનોને અંડરગ્રાઉન્ડઃ કેબલીંગ કરવા માટેના કામનું રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ સાંસદ ર્ડા. કે. સી. પટેલ, ધરમપુર ધારાસભ્યસ અરવિંદભાઇ પટેલ, ભાગવત કથાકારશ્રી શરદભાઇ વ્યા સ અને સંગઠન પ્રમુખ હેંમત કંસારા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયોત્સીનાબેન દેસાઇની હાજરીમાં ધરમુપરની એસ. એમ. એસ. એમ. હાઇસ્કૂાલ ખાતે ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ ચૂંટણીનું વચન નથી ચૂંટણી પહેલા જ એટલે કે, આ કામ દિવાળી કે દિવાળી બાદ પૂર્ણ થશે એમ જણાવ્યુંી હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રંભાઇ મોદીના નેતૃત્વ માં ઊર્જા ક્ષેત્રમાં જે સુધારાત્મૂક પગલાઓ લીધા છે તેના પરિણામે કેન્દ્રશ સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતા એન્યુ્અલ ઇન્ટીતગ્રેટેડ રેટિંગમાં સમગ્ર દેશની કુલ ૭૧ વીજ કંપનીઓમાંથી ગુજરાત રાજયની દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પ્રથમ, મધ્ય‍ ગુજરાત વીજ કંપનીએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જયારે ઉત્તર અને પヘમિ ગુજરાત વીજ કંપનીઓએ પણ એ પ્લ સ રેન્કીંાગ મેળવ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી ગુજરાતની ચાર વીજ કંપીનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેપની પ્રતિબધ્ધીતાને કારણે રાજયની આ વીજ કંપનીઓ દર વર્ષે ‘ એ’ પ્લીસ રેટિંગ પ્રાપ્તર કરવાની પરંપરા જાળવી રાખી છે.
ધરમપુર નગર પાલિકા વિસ્તારરમાં રૂા. ૨૨.૫૦ કરોડના ખચૈ તૈયાર થનારી અને ૬૬ કે. વી. ખારવેલ સબ સ્ટેનશનમાંથી નીકળતાં ૦૪ ફીડરોની કુલ ૬૭.૪૫ કિ. મી ની ઓવરહેડ એચ. ટી. લાઇનોનું ૭૭.૦૮ કિ. મી. અંડરગ્રાઉન્ડં કેબલીંગના રૂપાંતર કરવામાં આવશે. જેમાં ઘર વપરાશના ૮૦૨૩ અને વાણિજય વપરાશના ૬૬૧ અને ઔદ્યોગિક ગ્રાહકોની સંખ્યાય ૩૧ ની છે. આ લાઇનોના અંડરગ્રાઉન્ડર કેબલીંગમાં ૧૧ કે. વી. રીંગમેઇન યુનિટના ૧૪ નંગ અને ડી. ઓ. ડી. પી. (એ. બી. સ્વીંચ સાથે) ૨૩ નંગ રહેશે.
આ કાર્યક્રમમાં વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લાુ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, દ. ગુ. વીજ કંપીનીના અધિક્ષક ઇજનેર એમ. એમ. પટેલ, વાપીના કાર્યપાલક ઇજનેર ચેતનાબેન શેઠ તેમજ દ. ગુ. વીજ કંપનીના કર્મચારીઓ અને ધરમપુરના નરગજનો ઉપસ્થિ ત રહયા હતા.

Related posts

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment