April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

  • મોટી દમણના ઢોલર ચાર રસ્‍તાથી ફૂટબોલ ગ્રાઉન્‍ડ સુધીના પહોળા થયેલા રસ્‍તા ઉપર માર્કેટની આજુબાજુ થતું આડેધડ પાર્કિંગ

  • મોટી દમણમાં પાર્કિંગની કોઈ જગ્‍યા નથી ત્‍યારે ખાલી પડેલ ગ્રાઉન્‍ડનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરવા વ્‍યક્‍ત થઈ રહેલા સૂચનો

(તસવીર અહેવાલઃ રાહુલધોડી દ્વારા)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : મોટી દમણના મચ્‍છી અને શાકભાજી વેચનારાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે દમણ ન.પા.ના ગ્રાઉન્‍ડની જગ્‍યા ખાલી થવા પામી છે. મોટી દમણમાં પ્રવાસીઓ અને સ્‍થાનિકોની વધેલી અવર-જવરના કારણે વાહનો પાર્કિંગ કરવા માટે ખુબ જ મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી શાકભાજી અને મચ્‍છી વિક્રેતાઓ નવી માર્કેટમાં શિફટ થવાથી ખાલી પડેલી જગ્‍યાનો ઉપયોગ હાલમાં પાર્કિંગ તરીકે કરવા લોકોની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, ઢોલર ચાર રસ્‍તાથી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ સુધીના વિસ્‍તૃત થયેલા રસ્‍તા ઉપર પાર્કિંગની વ્‍યવસ્‍થા નહીં હોવાથી હાલમાં આ રોડ ઉપર જ આડેધડ વાહનોનું પાર્કિંગ થઈ રહ્યું છે. હવે ખાલી પડેલ શાકભાજી અને મચ્‍છી માર્કેટની જગ્‍યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવે તો ખુબ જ અનુラકૂળતા થવાની સંભાવના છે. આ મુદ્દે દમણ નગરપાલિકાના તંત્રવાહકો યોગ્‍ય કાર્યવાહી કરે એવી માંગણી બુલંદ બની રહી છે.

Related posts

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવ ખાતે પેરેન્‍ટ્‍સ ડે નિમિત્તે શુભેચ્‍છા કાર્ડ બનાવવાની સ્‍પર્ધાની યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વલસાડ સ્‍ટેશનથી બે મહિના પહેલા મોપેડ ચોરી ફરાર થયેલ આરોપી વાપીથી ઝડપાયો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્‍ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ

vartmanpravah

Leave a Comment