October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા ફલાંડીમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં અને શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીની દિશા-દોરવણી હેઠળ વાર્ષિકોત્‍સવનું આયોજ કરવામાં આવ્‍યું હતું. જેમાં કેન્‍દ્ર શાળા ફલાંડીની 12 શાળાઓ દ્વારા વાર્ષિકોત્‍સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્‍યો હતો. આ અવસરે શિક્ષણની ગુણવત્તા, પર્યાવરણ જાળવણી, દેશભક્‍તિ જાગૃતિ, સ્‍વચ્‍છતા નાટક, અંધશ્રદ્ધા નાટક જેવી થીમ ઉપર 18 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વાર્ષિકોત્‍સમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની કૃતિઓને નિહાળી આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા કુલ 35 હજાર જેટલું રોકડ ઈનામ વિવિધ કૃતિને પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે બાળકોની પ્રતિભાને નિહાળવા અને પ્રોત્‍સાહિત કરવા માટે ફલાંડી એસ.એમ.સી.ના તમામ સભ્‍યો, ડી.પી.સી.ઓ. ડો. સતીષ પટેલ, બી.આર.સી. કો.ઓર્ડિનેટર સેલવાસ શ્રી અલ્લારખા વ્‍હોરા, સી.આર.સી. કો.ઓર્ડિનેટર શ્રીમતિ હિરલ સોલંકી, શ્રી મિનરાજસિંહ પરમાર, શ્રી દેવેન્‍દ્ર એમ.જોષી, બી.આર.પી. શ્રી કેયૂરસિંહ ગોહિલ,વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, નોન ટીચિંગ સ્‍ટાફ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ આયોજન ફલાંડી શાળાના આચાર્યા શ્રીમતી નિમિષાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્‍લાનેટના સંદેશ સાથે સાયક્‍લોથોનમાં શહેરીજનો ઉમટયા

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

મોબાઈલમાં લુડો એપ્‍લીકેશન ગેમમાં પૈસા વડે જુગાર રમતા 12 જુગારીઓને વાપી ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડયા: રોકડા 7560 અને 3 મોબાઈલ મળી કુલ રૂા.22560 નો સરસામાન કબજે

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment