Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરીના પેટ્રોલ પમ્‍પથી રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી રૂપિયા નહી આપતા ચણોદના ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ

આરોપી ઉમેર રાય બિલ્‍ડીંગ મટેરીયલનો વ્‍યવસાય કરે છે : અન્‍ય લોકોના 80 લાખથી વધુ ચાઉ કર્યા હોવાની પણ ચર્ચા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી છીરીમાં કાર્યરત પેટ્રોલ પમ્‍પ ઉપર રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી ચેકો આપવામાં આવેલા, જે ચેક રિટર્ન થતા પમ્‍પ સંચાલકે ચણોદના ઉમેશ રાય નામના બિલ્‍ડીંગ મટેરીયલનો વ્‍યવસાય કરતા ઈસમ ઉપર ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
છીરી ખાતે કાર્યરત શ્રીજી પેટ્રોલીયમ નામના પમ્‍પની ચણોદમાં શિવ રેસિડેન્‍સીમાં રહેતો તેમજ શૌર્ય એન્‍ટરપ્રાઈઝ નામે બિલ્‍ડીંગ મટેરીયલ વ્‍યવસાયી ઉમેશ રાય વારંવાર ટ્રકમાં ડિઝલ ભરાવતો હતો. જેનું બિલ રૂપિયા 5.35 લાખ જેટલું થઈ ગયું હતું તેથી પમ્‍પ માલિક સમીર પટેલએ નાણાની ઉઘરાણી સતત કરતા રહ્યા હતા. છેવટે ઉમેશ રાયે રૂા.5 લાખનો ચેક આપ્‍યો હતો. જે ચેક બાઉન્‍સ થયો હતો. પછી બે અને અઢી લાખના બે ચેકઆપેલા તે ચેક પણ બેલેન્‍સ નહી હોવાથી રિટર્ન થયા હતા. તેથી સમીર પટેલે ડુંગરા પોલીસ સ્‍ટેશનમાં ઉમેશ રાય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈ.પી.સી. 406 અને 420 હેઠળ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઉમેશ રાય વિરૂધ્‍ધ અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકેલી છે. ચર્ચામાં છે કે મહાઠગ ઉમેશ રાયએ અન્‍ય લોકો સાથે પણ 80 લાખથી વધુ ચાઉ કર્યા છે તેથી ભોગ બનનારાઓની માંગણી ઉઠી છે કે આરોપી સામે પાસાની કાર્યવાહી કરવામાં આવે.

Related posts

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપની પ્રચંડ ધડાકા સાથે ધરાશાયી

vartmanpravah

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment