(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા ફલાંડીમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં અને શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીની દિશા-દોરવણી હેઠળ વાર્ષિકોત્સવનું આયોજ કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર શાળા ફલાંડીની 12 શાળાઓ દ્વારા વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે શિક્ષણની ગુણવત્તા, પર્યાવરણ જાળવણી, દેશભક્તિ જાગૃતિ, સ્વચ્છતા નાટક, અંધશ્રદ્ધા નાટક જેવી થીમ ઉપર 18 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વાર્ષિકોત્સમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓને નિહાળી આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા કુલ 35 હજાર જેટલું રોકડ ઈનામ વિવિધ કૃતિને પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે બાળકોની પ્રતિભાને નિહાળવા અને પ્રોત્સાહિત કરવા માટે ફલાંડી એસ.એમ.સી.ના તમામ સભ્યો, ડી.પી.સી.ઓ. ડો. સતીષ પટેલ, બી.આર.સી. કો.ઓર્ડિનેટર સેલવાસ શ્રી અલ્લારખા વ્હોરા, સી.આર.સી. કો.ઓર્ડિનેટર શ્રીમતિ હિરલ સોલંકી, શ્રી મિનરાજસિંહ પરમાર, શ્રી દેવેન્દ્ર એમ.જોષી, બી.આર.પી. શ્રી કેયૂરસિંહ ગોહિલ,વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, નોન ટીચિંગ સ્ટાફ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ આયોજન ફલાંડી શાળાના આચાર્યા શ્રીમતી નિમિષાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.