October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ રોડ ઉપરથી ડુપ્‍લિકેટ સોનાના બિસ્‍કીટ-ઘરેણા લઈ શિકારની શોધમાં નિકળેલી ગેંગઝડપાઈ

પોલીસે 7 બિસ્‍કિટ, 2 બ્રેસલેટ, 1 ચેઈન અને બે વિંટી, 9 મોબાઈલ મળી રૂા.2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ તિથલ રોડ સ્‍વામિનારાયણ મંદિર ખાતે વલસાડ સિટી પોલીસે આજે ડુપ્‍લિકેટ સોનાના બિસ્‍કીટ, ઘરેણાં લઈને શિકારની શોધમાં નિકળેલી નવસારી-સુરતની ગેંગના છ ઈસમોને ઝડપી પાડયા હતા.
વલસાડ સિટી પોલીસને મળેલી બાતમી આધારે આજે તિથલ-સ્‍વામિનારાયણ મંદિર રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્‍પદ જણાતા છ ઈસમોને પૂછપરછ કરતા તેઓ ગેંગે ફેફે થઈ ગયા હતા. પોલીસે અંગજડતી કરતા તેમની પાસેથી પીળી ધાતુના 7 બનાવટી બિસ્‍કિટ, 2 બ્રેસલેટ, 1 ચેઈન અને 2 વિંટી મળી આવી હતી. તપાસતા બે બનાવટી નિકળી હતી. આ અંગે બીલ આધાર માંગતા તેઓ રજૂ કરી શક્‍યા નહોતા તેથી પોલીસે 41/1ડી હેઠળ 9 મોબાઈલ, એક કાર તથા બાઈક અને બનાવટી દાગીના મળી કુલ રૂા.2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ ઈસમો સુરત, નવસારીના હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું. શિકારની શોધમાં નિકળેલી ગેંગ પોલીસના હાથે ખુદ શિકાર થઈ જતી જેલ ભેગી કરાઈ હતી.

Related posts

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લાના કલેક્‍ટર નૈમેષ દવેએ સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લીધી

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment