April 23, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

  • દાનહમાં પણ શિક્ષણનું પ્રમાણ વધવાથી છેવાડેનો આદિવાસી પોતાનો વિકાસ અને ભલું શેમાં છે તે સમજતો થયો હોવાથી આ પેટા ચૂંટણીમાં ઘણાં પરપોટા ફૂટી જશે એવું સ્‍પષ્‍ટ દેખાય રહ્યું છે

આજે બુધવારની સાંજથી દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટેની ચૂંટણીનું ચિત્ર પણ ધીરે ધીરે સ્‍પષ્‍ટ થવા લાગશે. તમામની નજર ભાજપના ઉમેદવાર ઉપર રહે એ સ્‍વાભાવિક છે. સંભવતઃ આજે અથવા આવતી કાલ સુધી સત્તાવાર રીતે ઉમેદવારના નામની ઘોષણા ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા કરાશે.
કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી એક બેઠક માટેની આ પેટા ચૂંટણી માત્ર ઔપચારિક બની રહી છે. આ બેઠકના પરિણામનું રાષ્‍ટ્રીય સ્‍તરે કોઈ ઝાઝુ મહત્ત્વ પણ નથી અને કોઈ ચર્ચા પણ રહેવાની નથી. પરંતુ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશના એક જિલ્લામાં થઈ રહેલી ચૂંટણીના પરિણામની અસર જિલ્લાના વિકાસ ઉપર પડવાની પુરી સંભાવના છે. કારણ કે, કેન્‍દ્ર સરકારે દાદરા નગર હવેલીના વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી.
કેન્‍દ્રમાં જો અસ્‍થિર સરકાર હોત કે એકાદ-બે સાંસદનાજવા-આવવાથી સરકારનું પતન થાય એવી સ્‍થિતિ હોત તો દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ઉપર સમગ્ર રાષ્‍ટ્રનું ધ્‍યાન હોત. પરંતુ આજે દેશમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર હોવાની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું પ્રભાવશાળી નેતૃત્‍વ પણ હોવાથી દાદરા નગર હવેલી લોકસભાની બેઠકની પેટા ચૂંટણીમાં જેમને પણ ભાજપની ટિકિટ મળે તે ભાગ્‍યશાળી રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
અત્રે યાદ રહે કે, 2019ની સામાન્‍ય ચૂંટણી દરમિયાન સ્‍થિતિ અને સંજોગો જુદા હતા. તે વખતે કેન્‍દ્રમાં કોને બહુમતિ મળશે તે નક્કી કરવું મુશ્‍કેલ હતું. છતાં દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મોહનભાઈ ડેલકરે પોતે પણ મોદીના સમર્થક હોવાનો પ્રચાર કર્યો હતો. જેનો ફાયદો પણ તેમને ચૂંટણીમાં થયો હતો. પરંતુ આ વખતની પેટા ચૂંટણીમાં સ્‍થિતિ એકદમ સ્‍પષ્‍ટ છે. કેન્‍દ્રમાં ભાજપ શાસિત મોદી સરકાર છે અને લગભગ સાડા ત્રણ દાયકા બાદ પહેલી વખત મોહનભાઈ ડેલકરની હયાતીના અભાવમાં ચૂંટણી યોજાઈ રહી છે.
બીજી બાજુ દાદરા નગર હવેલીમાં પણ શિક્ષણનું પ્રમાણ વધવાથી છેવાડેનો આદિવાસી પણ પોતાનો વિકાસ અને ભલું શેમાં છે તે સમજતો થયો છે. તેથી આ પેટાચૂંટણીમાં ઘણાં પરપોટા ફૂટી જશે એવું સ્‍પષ્‍ટ દેખાય રહ્યુંછે.

Related posts

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

Leave a Comment