September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

સ્‍નેહલ અને સુહાસ કાબલે પરિવાર દ્વારા દાન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.07: માનવિય અભિગમ અને સમાજ સેવાથી જેનું સિંચન થાય છે તેવા સમાજ સેવકોનો સમુહ એટલે લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ કે જે વિશ્વમાં વિઝન માટે એટલે કે માનવીની આંખ/ દ્રષ્‍ટી માટે કોઈપણ જાતના જાતિ ભેદભાવ વગર કાર્ય કરી રહી છે એની ડિસ્‍ટ્રિક્‍ટ 3232એફ2 ની વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગરના સભ્‍ય લા.સ્‍નેહલ કાંબલે તથા લા.સુહાષ કાંબલે તરફથી લાયન્‍સ આઈ હોસ્‍પિટલ, વાપીને રૂા.1,11,111/- નુ દાન આપવામાં આવેલ. આ સમયે ડિસ્‍ટ્રિક્‍ટ 3232એફ2 ના ગવર્નર લા.મુકેશભાઈ પટેલ, પાસ્‍ટ ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર લા.પી.ડી. ખેડકર, વીઆઈએના પ્રમુખ લા.કમલેશભાઈ પટેલ, જીએસટી કો.ઓર્ડિનેટર લા.દેવેન્‍દ્રભાઈ મિષાી તથા ક્‍લબના સભ્‍યો લા.ગિરિશભાઈ પટેલ, લા.સરીતાબેન તિવારી, લા.શરદભાઈ તિવારી વિગેરે હાજર રહી કાંબલે દંપતીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
તદ્દ ઉપરાંત જેમણે સમાજ સેવા કરવી જ છે તેઓ કોઈપણ માધ્‍યમ સોધી જ લેતાં હોય છેઅને આવી જ રીતે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગરના સભ્‍ય લા.સ્‍નેહલ કાંબલે તથા લા.સુહાષ કાંબલે દંપતીએ વાપી પંથકમાં ઘરડાઘર ચલાવતી એટલે કે જેમનો કોઈપણ આધાર નથી તેવા ઘરડા વ્‍યક્‍તિઓની આજીવન દેખરેખ, સંભાળ રાખી માવજત કરતી સંસ્‍થા એટલે ‘‘આધાર ટ્રસ્‍ટ”ને પણ રૂા.1,00,111/- જેવી માતબર રકમનું સખાવત આપી સમાજમાં સુવાસ ફેલાવવાનું કાર્ય કરેલ. આ સમયે ‘‘આધાર ટ્રસ્‍ટ”ના ટ્રસ્‍ટીશ્રીએ આ કાંબલો દંપતીનો સહર્ષ સ્‍વિકાર કરી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી સ્‍ટાર્ટઅપ કમ્‍યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્‍કલેવ યોજાયો

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment