Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની ત્રણ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધિ પ્રાપ્ત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્‍ટર – 2022માં લેવાયેલી દ્વિતીય વર્ષ બી. ફાર્મસીના ત્રીજા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 05/05/2023 શુક્રવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણવિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં ત્રણ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહ્યા છે તથા 41 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્‍થા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે, જેમાં એસ.પી.આઈ વાઈઝ પરિણામ જોતા ધ્‍યાની અનંત દેસાઈ 9.86 એસ.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે તેમજ લાડ પ્રાચી ધર્મેશ 9.79 એસ.પી.આઈ મેળવી સાતમાં ક્રમે તથા સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા જેસીકા રાણા 9.61 સી.પી.આઈ. મેળવી નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય. સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

Leave a Comment