Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

નવસારી તા.18 આજરોજ જલાલપોર તાલુકાના છીણમ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત  અંદાજિત રૂ.૬૦ લાખના ખર્ચે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.

આ રસ્તો ૧૫૦૦ મીટરની લંબાઇનો તૈયાર થશે. જેમાં ૧૧૦૦ મીટરની લંબાઇમાં ૩૭૫ મીટર પહોળો અને ૪૦૦ મીટરની લંબાઇમાં ત્રણ મીટર પહોળો બનશે. સાથે સાથે ૩૦ મીટર લંબાઇમાં પ્રોટેકશન વોલની કામગીરી પણ કરાશે. આ કામ છ મહિનાની મુદતમાં પૂર્ણ કરવામાં આવશે.

આ અવસરે જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાલાલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોશનીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment